ગોધરા નગરપાલિકાના ઇતિહાસમાં કેટલાય પ્રમુખો આવ્યા અને ગયા પરંતુ પ્રજાહિત તેમજ પ્રજાકીય કામોમાં અડીખમ અને દરેક લોકોમાં આગવું સ્થાન અને આગવી પ્રતિભા ધરાવતા ગોધરા નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ સોનીએ નગરપાલિકાના ઈતિહાસમાં એવું કાર્ય કર્યું છે કે લોકોમાં તેઓનુ સ્થાન અભિનંદનને પાત્ર બન્યું છે.
ગોધરા નગરપાલિકાના ઈતિહાસમાં સૌ પ્રથમવાર એવા પ્રમુખ હશે કે જે નગરપાલિકાના કર્મચારી અને અધિકારીઓ સાથે રાખી પાલિકાની ઓફિસ નીચે ફટાકડા ફોડીને અને મો મીઠું કરી ધરતીમાતાની પૂજા કરી વરસાદના વધામણાં કર્યા હતા સ્વાભાવિક છે વરસાદની જરૂર દરેક લોકો માટે મહત્વ હોય છે પરંતુ ઈતિહાસમાં સૌપ્રથમવાર એવા પ્રમુખ બન્યા હશે કે પોતાના સત્તાના કાર્યકાળ દરમિયાન દરેક કર્મચારી અને અધિકારીઓ સાથે રાખી વરસાદના વધામણાં કરી વરસાદમાં ભીંજાઈને લ્હાવો લીધો હતો આમ તો જોવા જઇએ તો વરસાદની પહેલી મોસમમાં ધરતીપુત્રો ખેતીકામ માટે વરસાદની પહેલી ધારમાં ધરતીમાતા પૂજા અર્ચના કરી વરસાદના વધામણાં કરતા હોય છે પરંતુ ગોધરા નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ સોનીએ વરસાદના વધામણાં કરી ગોધરા શહેરના લોકોમાં પોતાનું આગવું સ્થાન મેળવ્યું છે.
પંચમહાલ રાજુ સોલંકી