Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા તાલુકા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ તરીકે મનંત પટેલની નિયુક્તિ કરવામાં આવી.

Share

ગોધરા તાલુકાના બોડીદ્રા ગામે આમ આદમી પાર્ટીના કાર્યકરોની બેઠક જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ તાલુકાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ ગોધરા તાલુકા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખની વરણી કરવા બાબતે હતી. એ સંદર્ભમાં જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ બોડીદ્રા ગામના કેળવણીકાર, પ્રિન્સિપાલ, પૂર્વ સરપંચ એવા મનંતભાઇ પટેલની ગોધરા તાલુકા પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી. આ નિમણૂકને ઉપસ્થિત સૌ કાર્યકરોએ હર્ષભેર અને તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. જિલ્લા પ્રમુખે ફુલગુચ્છ આપીને શુભેચ્છા પાઠવી હતી અને તેઓ સફળ રીતે પદભાર સંભાળે અને તાલુકાનું સંગઠન ખુબ મોટું અને મજબૂત બનાવે તેવી આશા વ્યક્ત કરી હતી.પ્રાસંગિક ઉદબોધન કરતા જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કદ વધી રહ્યું છે ત્યારે પંચમહાલ પણ આગળ છે. જિલ્લામાં શિક્ષિત, સમજદાર અને શ્રેષ્ઠ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે એ પાર્ટી અને આપના સૌ માટે ગૌરવની વાત છે.

સતત લોક સંપર્કમાં રહી લોકોની સમસ્યાઓ જાણવા પ્રયાસ કરવો અને તેના ઉકેલ માટે તંત્ર અને સરકારમાં રજૂઆત કરવી. તાલુકાના દરેક ગામની મુલાકાત કરવી, દરેક ગામના કાર્યકરોને પાર્ટીમાં જોડવા અને મજબૂત અને શ્રેષ્ઠ સંગઠન તૈયાર કરવું એમ જણાવ્યું હતું.આવનારી ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણી માટે એક પણ દિવસ બગાડ્યા વગર કામ કરવા જણાવ્યું હતું.

તાલુકાના પ્રમખનો સેનાપતિ જેવો રોલ હોય છે પોતાની સેનાની જીત માટે સૈનિકોને જે રીતે તૈયાર કરી મેદાનમાં ઉતારે, નિર્દેશ કરે, નિર્ણય કરે એ રીતે પ્રમુખે પણ પોતાના કાર્યકરોને ચૂંટણીના મેદાનમાં ઉતારવા તૈયાર કરવા પડશે. આ બેઠકમાં શહેરા તાલુકા પ્રમુખ અરવિંદભાઈ માછી, જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ, જિલ્લા યુવા પ્રમુખ વિનેશ પટેલીયા તેમજ સૌ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે રાજ્યમાં પ્રથમવાર 454 વિધવા સહાય મંજૂરીના સર્ફિંફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

ઉમરપાડા : સંસદમાં મંજુર કરેલ ત્રણ કૃષિ ખરડા વિરુદ્ધ આમ આદમી પાર્ટી દ્વારા માનનીય મહોદય રાજ્યપાલ શ્રીને ઉદ્દેશીને ઉમરપાડા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચની ગોવર્ધન રૂગ્ણાલય ખાતે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!