ગોધરા તાલુકાના ટીંબા ગામ પ્રાથમિક શાળાના શિક્ષકો રઘુભાઈ ભરવાડ અને શૈલેષભાઈ પટેલ તથા સ્ટાફ મિત્રોના સહયોગથી તૈયાર કરાયેલ જ્ઞાનદીપ રથ (ફરતી શાળા) નું ઉદ્ઘાટન પંચમહાલ જિલ્લાના શિક્ષણાધિકારી વી.એમ.પટેલ સાહેબ તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતુ.
આ રથ કોરોનાની મહામારી વચ્ચે બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી ટીંબા ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સ્વયંસેવક રૂપે પોતાની ફરજ સમજી ગામના અંતરિયાળ ફળિયા સુધી આ જ્ઞાનરૂપી રથના માધ્યમ થકી હોમલર્નિંગ અને શેરી શાળાને વધુ સક્રિય કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે જીલ્લામાં પણ કોરોનાની મહામારીની અસર જોવા મળી હતી. હાલમા શાળાઓમાં શિક્ષણકાર્ય પણ બંધ છે. જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણકાર્ય પર તેની સીધી અસર પહોચી છે. કોરાનાની લહેર ઓછી થઈ છે. ત્યારે હાલોલ નગરના શિક્ષકોએ નવતર અભિગમને શરૂ કર્યો છે. કોરાનાકાળમા ઓનલાઈન માધ્યમથી શિક્ષણ આપવાની પહેલ કરવામા આવી હતી. પરંતુ કેટલાક પરિવારો પાસે સ્માર્ટ મોબાઈલની સુવિધા ન હોવાથી તેઓ શિક્ષણથી વંચિત રહી જતા હતા. જેના કારણે વિદ્યાર્થીને પાયાના પ્રાથમિક શિક્ષણ ગુમાવાનો વખત આવતો હતો.
પંચમહાલ રાજુ સોલંકી