પંચમહાલ જિલ્લાની ગોધરા નગરપાલિકા દ્વારા ફાયર સેફટીનુ સર્ટિફિકેટ ના લીધા હોય તેવી છ જગ્યાએ કનેકશનો કાપી નાંખવામા આવ્યા હતા. જેમા બે હોસ્પિટલ, ત્રણ બિલ્ડીંગ,એક શાળાનો સમાવેશ થાય છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા નગરમાં આવેલા કોમર્શિયલ વિસ્તારોમાં ફાયરની સુવિધાને લઈને નગરપાલિકા દ્વારા સૂચનો જાહેર કરવામાં આવ્યા હતા. જેને લઇને એકમો પાસે ફાયરના એનઓસી સર્ટિફિકેટની સુવિધા ના હોય તેમના પાણી કનેક્શન કાપી નાંખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને લઇને એકમોને નોટિસ પણ આપવામાં આવી હતી. આ નોટિસનો ઉલ્લંઘન કરતાં ગોધરા નગરપાલિકા હોસ્પિટલ, 3 બિલ્ડિંગ અને 1 શાળાનું પાણીનું કનેક્શન કાપી નાંખતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ મામલે નોટિસ પણ આપવામાં આવી હતી અને જેનો ઉલ્લંઘન કરતા આખરે નગરપાલિકા એકમો સામે લાલ આંખ કરી છે.
પંચમહાલ રાજુ સોલંકી
Advertisement