ગોધરા તાલુકાના પશ્ચિમ ભામૈયા ગામમા છેલ્લા ડોઢ મહિનાથી વિજ પુરવઠો બંધ છે ચોમાસાની ઋતુ અને વિજળી ન હોવાથી ગ્રામજનોને રાત્રે અંધારામાં સરીસૃપ અને ઝેરી જનાવર કરડી જવાનો ભય સતાવી રહ્યો છે જ્યારે પશુ પાલકો પશુઓને પાણી પીવડાવવા માટે દુર તળાવ સુધી જવુ પડે છે. પશુઓને સમય પર પાણી ન મળતા પશુધનના આરોગ્ય અને દુધ પર અસર પડી છે જ્યારે ખેડૂતોને ડાંગરના ધરૂ અને ખેતી પાણી ન હોવાથી સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ગ્રામજનો અને ખેડૂતો દ્વારા વારંવાર મૌખિક અને ટેલિફોનિક ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનો અને ખેડૂતો વિજ કચેરીએ પહોંચી વહેલી તકે વિજ પુરવઠો શરૂ થાય તેવી માંગણી સાથે અધિક ઇજનેરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જો વિજ પુરવઠો સમયસર શરૂ કરવામાં નહી આવે તો કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા : ભામૈયા ગામના ગ્રામજનો દ્વારા વિજપુરવઠો ખોરવાતા લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું.
Advertisement