ગોધરા શહેરના ડોડપા તળાવની પાસે આવેલી લક્ષ્મીનગર સોસાયટી પાસેના એક કોમન પ્લોટમાંના ખાળકુવામા નાના બાળકનુ પડી જવાથી મોત થયુ હતુ. વરસાદને કારણે કોમન પ્લોટમાં રહેલો ખાળકુવો ભરાઈ જતા ખબર ન પડતા બાળક તેનો ભોગ બન્યો હતો. કોમન પ્લોટમાં ખાળકુવા બનાવવાને લઈને મકાનમાલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરાના ડોડપા તળાવ પાસે આવેલ લક્ષ્મીનગર સોસાયટી અને સતગુરુ મિનરલ વોટર સપ્લાયની પાછળ વણઝારા વાળંદ સમાજના લોકો રહે છે. વણઝારા વાળંદ સમાજમાં મરણની બારમાની વિધિ દરમિયાન સમાજના લોકો ભેગા થયા હતા ત્યારે સાત વર્ષીય શિવમ કુમાર રાકેશભાઈ વણઝારા સમાજમાં બારમાની વિધિમાં આવેલ દરેક વ્યક્તિ માટે ચા પાણી આપતો હતો અને દરેક વડીલ લોકોને પગે લાગી એ બાળકો સાથે લક્ષ્મીનગર સોસાયટી પાસે આવેલ એક કોમન પ્લોટ પાસે રમવા માટે બધા બાળકો સાથે ગયો હતો. ગોધરાના ડોડપા તળાવ પાસે આવેલ લક્ષ્મીનગર સોસાયટી પાસે કોમન પ્લોટમાં રહેતા મકાન માલિકએ પોતાની આપખુદીથી કોમન પ્લોટમાં ખાળકૂવા બનાવી અને કોઈપણ જાતની પરવાનગી વિના ખુલ્લો મુકાયો હતો. તારીખ 24/6/2021 ના રોજ વહેલી સવારે ગોધરા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આ વરસાદના કારણે ગોધરાના ડોડપા તળાવ પાસે આવેલ લક્ષ્મીનગર સોસાયટી પાસે કોમન પ્લોટમાં રહેતા મકાન માલિક દ્વારા બનાવેલ ખાળકૂવામાં પાણી ભરાઇ ગયું. સાત વર્ષીય શિવમ કુમાર રાકેશભાઈ વણઝારા આ ખાળકૂવા પાસે રમવા ગયા હતા અને તેમણે ખબર ન હતી કે અહીં ખાળકૂવો છે અને અચાનક ખાળકુવા પડી જતાં બાળકનું મોત નીપજ્યું હતું આથી ગોધરાના ડોડપા તળાવ પાસે આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા વાળંદ સમાજના લોકો સાથે પરિવારના લોકો આ કોમન પ્લોટમાં ખુલ્લો મુકવામાં આવેલા ખાળકૂવાના માલિક ઉપર કાયદેસરની કાર્યવાહી માટે માંગ કરી રહ્યા છે.
આ ઉપરાંત પરિવારના સભ્યો કહી રહ્યા છે કે અમારું તો બાળક ન રહ્યું પરંતુ બીજા બાળક સાથે આવું ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા તથા લાગતા વળગતા વહીવટ તંત્ર દ્વારા આ માલિક ઉપર પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ગોધરાના ડોડપા તળાવ પાસે આવેલા લક્ષ્મીનગર સોસાયટી પાસે કોમન પ્લોટમાં રહેતા મકાન માલિકએ બાળક મૃત્યુ પામેલા છે તેવી વાત મળતા તેના કોમન પ્લોટમાં બનાવેલ ખાળકૂવા રાતોરાત પૂરી મૂક્યો હતો. આથી આ વિસ્તારમાં રહેતા વાળંદ સમાજના લોકો મૃત્યુ પામેલા બાળકને ન્યાય મળે તે માટે માંગ કરી રહ્યા છે.
પંચમહાલ રાજુ સોલંકી