પંચમહાલ જીલ્લાના ગોધરા રેલ્વે સ્ટેશન પરથી રેલ્વે પોલીસના ચેકીંગ દરમિયાન ટ્રેનમા મુસાફરી કરતા એક હરિયાણાના એક મુસાફર પાસેથી ચેંકીગ દરમિયાન શંકાસ્પદ સોના-ચાંદીના દાગીના સહિત 1.12 કરોડનો શંકાસ્પદ હાલતમાં મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે આ મુસાફરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગોધરા રેલ્વે પોલીસની ટીમ દ્વારા રેલ્વે સ્ટેશન પર પસાર થતી ટ્રેનોમા ચેંકીગ હાથ ધરવામા આવી રહ્યુ હતુ. ગોધરા રેલ્વે સ્ટેશન પરથી પસાર થતી પશ્ચિમ એક્સપ્રેસમાં ચેંકીગ હાથ ધરવામા આવ્યુ હતું. મુસાફરી કરતા મુસાફર પાસેથી શંકાસ્પદ સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હરિયાણા રાજયનો પીયૂષભાઈ વિષ્ણુભાઈ ગર્ગ હોવાનૂ જણાવ્યુ હતું, સાથે બે ટ્રાવેલિંગ બેગો સાથે ધરપકડ કરી છે. ગોધરા રેલવે પોલીસ સ્ટાફ દ્વારા બે બેગોની તપાસ કરતા તેમાંથી એક બેગમાંથી રૂ.૭૭,૭૯,૯૦૦ ની નોટો મળી આવી હતા. જ્યારે બીજી બેગમાં તપાસ કરતા કપડાંની નીચેથી સોના ચાંદીના ઘરેણાં રૂ.૩૪,૪૦,૮૫૦ મળી આવ્યા હતા. આમ પોલીસે કુલ રૂ.૧,૧૨,૨૦,૭૫૦ કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી