પ્રાચીન કાળમા જુના ભજનો આજે પણ વખણાય જેમા જાણીતુ આત્માની ઓળખ નામનું ભજન ફરી એકવાર જાણીતુ બન્યુ છે. પ્રાચીન ભજન આત્માની ઓળખને નવા સંગીત સાથે યુવાનોમાં નવી ઓળખ બની છે. ગોધરાની જાણીતી ગાયિકા આ ભજનને ફરી રી પ્રેઝંન્ટ કરવામા આવ્યુ છે, પોતાના કંઠે ગાયુ છે, આત્માની ઓળખના ભજનમા બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
તાજેતરમા જ ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકાર અને છેલ્લો દિવસ ફેઇમ મલ્હાર ઠક્કર અને યુવા ગાયિકા સાંત્વની ત્રિવેદી દ્વારા રજુ કરવામાં આવ્યું. પ્રાચીન ભજન લોકોએ ખુબ જ વખાણ્યુ છે. ફિલ્મ નિર્માતા જીગર ચૌહાણ અને સંગીતકાર રાહુલ મુંજારિયા પ્રાચીન ભજન આત્માની ઓળખને નવુ રૂપ આપીને ક્રિસ્ટલ કલર્સ ઇવેન્ટ સ્ટુડિયો ચેનલ પર લોન્ચ કર્યું છે. યુવા ગાયિકા સાંત્વની ત્રિવેદીના અવાજમાં ગવાયેલા ગીત નવી પેઢીને પસંદ આવે એવા સંગીત સાથે યુવાનોમાં ખુબ પસંદ થઈ રહ્યું છે. આ ગીત આત્માની ઓળખ પ્રાચીન સમયમાં ઘણા બધા કલાકારો દ્વારા રજુ કરવામાં આવ્યું છે. ઉપરાંત મીરાબાઈ એ પણ આ ગીતને પ્રસ્તુત કર્યાની લોક વાયીકા પ્રચલિત છે. ૮૪ લાખ અવતાર પછી આત્મા સાથેની ઓળખ “હંસલો અને બગલાનો ભેદ” એવા વિષયને ગીતમાં ખુબ સુંદર રીતે પ્રસ્તુત કરાયુ છે.
આ ગીતને યુવાનોની સાથે સાથે વડીલોમાં પણ ખુબ લોક પ્રિય બની રહ્યું છે. સંગીત કલાકાર રાહુલ મુંજારિયા એ મલ્હાર ઠક્કર જેવા ખુબ પરિપક્વ અભિનેતા એ પોતાના અભિનયથી આ ગીતને ખુબ સુંદર બનાવ્યુ છે. આજના સમયમાં યુવાનોમાં ખુબ લોકપ્રિય અને પોતાના ફોક ફ્યુઝન ગીતોથી લોક પ્રિય બનેલા ગાયિકા સાંત્વની ત્રિવેદી ફરી એકવાર વખાણાયા છે. આ ગીતને ઝીઝુંવાડા ગામમા ફિલ્માંકન કરવામાં આવ્યું, ગામમાં જ્યાંના લોકોનો ખુબ સુંદર પ્રતિસાદ મળ્યો છે. નોધનીય છે કે ગોધરાની મૂળ રહેવાસી સાંત્વની ત્રીવેદીએ ગાયિકી ક્ષેત્રે ખૂબ નામ કાઢ્યુ છે.
પંચમહાલ રાજુ સોલંકી