Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : લુપ્ત થતી સંસ્કૃત લીપીને જીવંત રાખવા શ્રી રંગ અવધૂત સંસ્કૃત પાઠશાળાની શરૂઆત કરવામાં આવી.

Share

ભારતભૂમિની વેદભાષા સંસ્કૃત હાલ લુપ્ત થઈ રહી છે ભારતીય સંસ્કૃતિના પૂજ્ય વેદવ્યાસજીએ ધર્મ પુસ્તકો સંસ્કૃત લિપિમાં 4 વેદ અને ૧૮ પુરાણો લખ્યા છે પરંતુ હાલ અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધી જતાં આપણી માતૃભાષા સંસ્કૃત લિપિ લુપ્ત થઈ રહી છે તેને ઉજાગર કરવા સિનિયર સિટીઝન પરિવાર ગોધરાના પ્રમુખ જયંતીલાલ રામીએ સંસ્કૃત જ્ઞાન શાળાના આયોજન માટે જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી બ્રહ્મ સમાજના અગ્રણીઓ પરિમલભાઈ પાઠક કાંતિભાઈ પંડ્યા કાર્તિકભાઈ ત્રિવેદી આશિત ભટ્ટ રાહુલભાઈ કાકા સતિષભાઈ વ્યાસ સાથે સંસ્કૃત માતૃભાષાના જ્ઞાનગંગા માટે પરામર્શ કરી શ્રી રંગ અવધૂત સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરવામાં આવનાર છે. આ પાઠશાળા સાથે ગોધરાની મહાન વિભૂતિ પૂજ્ય રંગ અવધૂત મહારાજનું નામ કાયમ યાદ રહે તેવો શુભ આશય છે હાલ સંસ્કૃત ભાષાનું જ્ઞાન દરેક સમાજના બાળકો મેળવે તે માટે ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી શિવનદાસ કલવાણીએ શાળાનું બાંધકામ ન થાય ત્યાં સુધી ગાયત્રી શક્તિપીઠનું હોલ વિનામૂલ્યે સંસ્કૃત અભ્યાસ અર્થે ફાળવી આપવાની જાહેરાત કરી હતી. આમ ટૂંક સમયમાં ગોધરા ખાતે મુખ્ય પ્રયોજક જયંતીલાલ રામીના ભગીરથ પ્રયાસોથી સંસ્કૃત પાઠશાળાનુ નિર્માણ થશે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામેથી એલસીબી એ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લીધો.

ProudOfGujarat

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે તેનું બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ રજૂ કર્યું

ProudOfGujarat

ભરૂચ : પાલેજમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન વિહોણા લાભાર્થીઓને મકાનની ફાળવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!