Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : પ્રભાબ્રિજથી મુનલાઈટ વાવડી બુઝર્ગ રોડની વચ્ચે સ્પીડબ્રેકર મુકવાની જીલ્લા કોંગ્રેસ દ્વારા તંત્રને રજુઆત.

Share

પંચમહાલ જીલ્લાના ગોધરા માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રભાબ્રિજથી લઈ મુનલાઈટ વાવડી બુઝર્ગ સુધી રોડ પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ રોડ પહોળા કરવાની કામગીરીમાં રોડ ઉપર મુકવામાં આવેલા સ્પીડબ્રેકર તૂટી ગયા હતા. કેટલાક ટૂ વ્હીલર વાહનોની ઝડપી ગતિના પરિણામે નાના મોટા અકસ્માતો સર્જાય છે.

પંચમહાલ જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટી દ્વારા ગોધરા માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરી છે. જેમા તાત્કાલિક અસરથી બમ્પ બનાવવા માટે લેખિત રજૂઆત કરતા વધુમા જણાવાયુ છે કે ગોધરાના દાહોદ હાઇવે પાસે આવેલ પ્રભાબ્રિજથી લઈ મુનલાઈટ વાવડી બુઝર્ગ સુધી રોડ પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે હાલમાં પૂર્ણતા આરે છે. ત્યારે આ હાઇવે રોડ ઉપર દ્વિચક્રીય વાહનોની અવરજવરમાં ગતિ બેફામ બની છે. પરિણામે નાના મોટા અકસ્માતો સર્જાય છે. અગાઉ આ વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા ગોધરા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી જેથી આ વિભાગ દ્વારા બોયસ હોસ્ટેલ, પી. ટી. મીરાણી હોસ્પિટલ, મિશન મે શાળા આઈટીઆઈ, પાસે ડિવાઇડર બમ્પ મૂકેલ જેના કારણે નાના મોટા અકસ્માતોના બનાવ નહિવત જોવા મળ્યા હતા. પરંતુ પ્રભાબ્રિજથી લઈ મુનલાઈટ વાવડી બુઝર્ગ સુધી રોડ પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ રોડ પહોળા કરવાની કામગીરીમાં રોડ ઉપર મુકવામાં આવેલા ડિવાઇડર સ્પીડબ્રેકર તૂટી ગયા હતા. પંચમહાલ જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટી દ્વારા ગોધરા માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરી તાત્કાલિક અસરથી સ્પીડબ્રેકર બનાવવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ : જય ભારત રિક્ષા એસોશિએશન દ્વારા ખાડાને લઈને નગરપાલિકા વિરુદ્ધ પાંચબત્તી સર્કલ પર વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

વડોદરા : પાદરાનાં ખેડૂતોને મંજૂર થયેલ વળતર ન ચૂકવાતા કલેકટરને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચ : ટંકારીયા ગામના અંજુમન સાર્વજનિક દવાખાના ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!