ગોધરામાં લાયન્સ ક્લબ દ્વારા હોદ્દેદારોની વરણી લાયન્સ કલબના ડીસ્ટ્રીકટ ગર્વનર જે.પી. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી જેમાં લાયન્સ ક્લબ ગોધરાના સને ૨૦૨૧-૨૦૨૨ ના નવીન વર્ષના હોદેદારોમાં પ્રમુખ તરીકે શૈલેશ શેઠ, મંત્રી તરીકે કેતકી સોની, ખજાનચી તરીકે ગીતા લુહાણા, પ્રથમ ઉપપ્રમુખ તરીકે રાજેશભાઈ મોદી તથા અન્ય હોદેદારોની વરણી કરવામાં આવી છે. પ્રમુખ ગોરધન દાસવાણી દ્વારા કોવિડ મહામારી દરમ્યાન ટિફિન સેવા, ઓક્સીજન સેવા, ફૂડ ફોર હન્ગર અન્નદાન-વસ્ત્રદાન જેવી સેવાકીય પ્રવૃતિઓમાં લાયન્સ ક્લબ ગોધરા અગ્રેસર રહી હતી.
પંચમહાલ રાજુ સોલંકી
Advertisement