ગોધરાના બગીચા રોડ ખાતે આવેલ અટલ ઉધાન અને પાવર હાઉસ પાસે આવેલ વાલ્મીકી બગીચાને અડીને બનાવેલ વોક વે ની હાલત અત્યંત જર્જરીત બની એક જંગલમાં ફેરવાઇ ગયેલ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે આ વોક વે માં અસામાજિક પ્રવૃત્તિઓ વેગવંતી બની રહી છે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.
સરકાર દ્વારા લાખ્ખો રૂપિયાના ખર્ચે બનાવેલ બાગ બગીચા અને વોક વે પાલિકા તંત્ર દ્વારા માવજત અને સાચવણી અભાવે હાલ વેરાન હાલતમાં બાવળિયા જંગલમાં પરિવર્તિત થઈ ગયું છે અને આ વોક વે એટલો બધો ભયાવહ બની ગયો છે કે અહીંયાંથી રાત્રિ દરમિયાન તો ઠીક પણ દિવસ દરમિયાન પણ અહીંથી પસાર થવું મુશ્કેલ ભર્યું લાગે છે અને આ ચો તરફ બનાવેલ વોક વે માં ગોધરા શહેરના રહીશો શિયાળામાં ચાલવા માટે આવતા હોય છે પરંતુ છેલ્લા કોરોના મહામારીના કારણે જાહેર બાગ બગીચાઓમા હરવા ફરવા માટે બંધ કરવામાં આવ્યા હતા પરંતુ હવે કોરોના વાયરસની ગતિ હાલ નહિવત જોવા મળી રહી છે ત્યારે ગોધરાના બગીચા રોડ ખાતે આવેલ અટલ ઉધાન અને પાવર હાઉસ પાસે આવેલ વાલ્મીકી બગીચાને અડીને બનાવેલ વોક વે ની મરામત કરી ફરી પુનઃ ચાલુ કરવા માટે સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે.
બીજી બાજુ સરકાર દ્વારા લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરી બાગ બગીચા અને વોક વે તૈયાર કરવામાં આવે છે અને ઉદઘાટન પ્રસંગે રાજકીય નેતાઓને બોલાવી ઉદ્દઘાટન કરવામાં આવે છે અને પછી આ લાખ્ખો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલ બાગ બગીચાની અને વોક વે ની યોગ્ય સાચવણી અને માવજતના અભાવે અસામાજિક તત્વો દ્વારા બગીચાઓમાં અને વોક વે પર લગાવેલ લાઈટીગ અને ચારે બાજુ પર મૂકવામાં આવેલી લોખંડની જાળીને કોઈ તોડીને કાઢી ગયેલ છે. બગીચાની બંને બાજુમાં આવેલ લક્ષ્મણસાગર તળાવ, અને સીતા સાગર તળાવમાં જંગલી વનસ્પતિએ ધર કરી દીધું છે અને ચારેય બાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
ગોધરા શહેરમાં સુંદરતા વધારતા અટલ ઉધાન અને વાલ્મીકી બગીચાની બાજુમાં ફરતે આવેલ વોક વે ને ફોરેસ્ટ વિભાગમાં સમાવી લેવા માટે આ વિસ્તારના સ્થાનિક રહીશો અંદર અંદર ચર્ચાઓ કરી રહ્યા છે કારણકે નગરપાલિકા દ્વારા આ બાગ બગીચાની જાળવણી અને માવજત કરવા માટે તકલીફ પડે છે તો ફોરેસ્ટ વિભાગમાં આપી દો તો આ બાગ બગીચા ઓને નવું જીવનદાન આપી ફરીથી પુનઃ સ્થાપિત કરી ધબકતું રાખે એ માટે આ વિસ્તારના રહીશો અંદર અંદર ચર્ચાઓ કરી રહ્યા છે.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરાના અટલ ઉધાન અને વાલ્મિકી બગીચાને અડીને આવેલા જર્જરીત વોક-વે નું સમારકામ હાથ ધરવાની માંગ.
Advertisement