Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા સહિત તાલુકામાં મેઘરાજાની પધરામણી,વાતાવરણમા ઠંડકનો અહેસાસ.

Share

ગોધરા શહેર સહીત જીલ્લાનાં વિવિધ તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. સોમવારે આખો અસહ્ય ઉકળાટ બાદ બપોર પછી વાતાવરણમાં પલ્ટો આવતા કયાંક ધીમી ધારે તો કયાંક ધોધમાર વરસાદ પડયો હતો. ચોમાસામાં પ્રારંભરૂપે ગોધરા સહિત જીલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે.

 પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારાને કારણે શહેરવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા હતા ત્યારે અચાનક બપોર બાદ ગોધરા શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી શ્રીકાર વર્ષા થતા શહેરમાં ઠંડકનું વાતાવરણ છવાઈ ગયું હતું અને શહેરવાસીઓને અસહ્ય ઉકળાટ અને ગરમીથી રાહત મળી હતી બપોર બાદ વરસાદને કારણે ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ, લાલબાગ બસ સ્ટેન્ડ, ભુરાવાવ વિસ્તાર, શહેરા ભાગોળ, સિંધુરીમાતા મંદિર, આધ્યમહેશ્વરી સોસાયટી અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો કેટલાક વિસ્તારોમાં ગટર લાઈન બ્લોક થઈ જતાં ગંદકીનું પાણી પણ રોડ ઉપર રેલાવા લાગ્યું હતું તેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી આમ પંચમહાલ સહિત ગોધરા પંથકમાં મેઘરાજાનું આગમન થાય બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

સુરત ખાતે આદિવાસી સમાજની દીકરી સાથે બનેલ ઘટના બાબતે મૂળનિવાસી એકતા મંચ દ્વારા કરજણના મામતલદારને આવેદનપત્ર પાઠવાયુ

ProudOfGujarat

પંચમહાલ : શ્રી કૃષ્ણ કો.ઓ. કોટન સેલ એન્ડ જીનીગ પ્રેસિગ સોસાયટી લી. ખાતે આધુનિક જીનીગ પ્લાન્ટનું કરાયું ખાતમુહૂર્ત.

ProudOfGujarat

સુરત જીલ્લામાં આજે મહારાજા સુરજમલ સંઘર્ષ સમિતિ દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી પાનીપત ફિલ્મો ઉપર પ્રતિબંધ મૂકવાની માંગણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!