Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : રાહુલ ગાંધીના જન્મ દિવસે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ બિસ્કીટનુ વિતરણ કરાયું.

Share

અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ યુવા નેતા સાંસદ રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે દાખલ દર્દીઓને ફ્રૂટ તથા બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ સિવિલ હોસ્પિટલ ખાતે ડોકટર, નર્સ અને સ્ટાફનું શાલ ઓઢાડી બુકે આપી સન્માન કરાયું

તેમજ શહેરમાં મોટા પ્રમાણમાં માસ્કનું વિતરણ કરી હાલની કોરોનાની સ્થિતિમાં સમાજ ઉપયોગી સેવાકીય કાર્ય કરવામાં આવ્યુ હતુ, કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા કોગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી, ગોધરા શહેર પ્રમુખ મ્યું. સભ્ય સિદ્દીક ડેની, પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક તીજોરીવાલા, દક્ષેશ પટેલ, જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ મીકી જોસેફ સહિત શહેર જીલા કોંગ્રેસ આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો, શુભેચ્છકો એ જોડાઈ રાહુલ ગાંધીનો જન્મદિવસ સાદાઈ અને સદભાવનાથી ઉજવ્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

લીંબડી એચડીએફસી બેન્ક પાછળ ચાલતા શિવણ કલાસિસ ખાતે આજે મહિલા ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે ગણિત – વિજ્ઞાન શિક્ષકનો સન્માન અભિવાદન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ પૂર્વપટ્ટી ઉપર બિલ્ડરો બેફામ, પંચાયત કે તંત્રની મંજૂરી વિના ખોદકામ કરાતા વાહન ચાલકો ફસાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!