પારૂલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ (NSS Unite) અને સ્પર્શ ગ્રુપ ગોધરાના ઉત્સાહી તેમજ સેવાભાવી સહયોગથી નિઃશુલ્ક આયુર્વેદીક ઔષધી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા પંચમહાલ જીલ્લા પંચાયત પ્રમુખ કામીનીબેન સોલંકી તથા ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર સહિત ડૉક્ટર ટીમ દ્રારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી અને બંને મહાનુભાવોને તથા જીલ્લા પંચાયત પંચમહાલના કર્મચારીઓને પણ કીટ આપવામાં આવી હતી.
કિટમાં રહેલી ઔષધી વિશે પારૂલ આયુર્વેદ હોસ્પિટલમાં ઈન્ટર્ન ડૉકટર તરીકે ફરજ બજાવતા ભાવી આયુર્વેદીક તબીબો ડૉ. મિહિર પટેલ, ડૉ. અક્ષય પટેલ, ડૉ.જૈમિન ગુર્જર અને ડૉ. દર્શન જોષી, ડૉ.અનિરૂધ્ધ રાઠોડ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ સમગ્ર પ્રવૃત્તિ કોવિડ ગાઇડલાઇન અનુસાર અને ડૉ.પ્રો.હેમાંગ જોષી (NSS Unite) ના અને ડૉ. જીગર પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
પંચમહાલ રાજુ સોલંકી