ભારતભરમાં વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે આજે વિરોધપક્ષ કોગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાવ વધારાના વિરોધમાં પ્રદર્શન સાથે દેખાવો કર્યા હતા વિરોધ પ્રદર્શન ટાણે પોલીસ તંત્ર સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા છેલ્લા કેટલાય સમયથી દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા છે.
ત્યારે કેટલાક શહેરોમાં તો પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને વટાવી ગયો છે સાથે ડિઝલના ભાવમાં પણ ઉછાળો નોંધાયો છે. દેશમાં મોંઘવારી પણ અત્યંત ઝડપથી આગળ વધી રહી છે શાકભાજી તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ઓના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે હાલ કોરોના મહામારીમાં આમ આદમી માટે આવકનો સ્ત્રોત ઘટી રહ્યો છે ત્યારે બીજી તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતાં સામાન્ય જન તકલીફમાં મુકાઈ ગયા છે ત્યારે વર્તમાન પરિસ્થિતિને પગલે આજે કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલ ભાવ વધારાના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે સમગ્ર પંચમહાલમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયેલ જેમાં ગોધરા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા ગોધરા ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયેલ જેમાં કોંગ્રેસ કાર્યકરો, આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરી કાર્યવાહી કરવામાં આવી હતી.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરામાં કોંગ્રેસે બેનરો અને સુત્રોચ્ચાર સાથે પેટ્રોલ ડીઝલના વધારાનો વિરોધ કર્યો,પોલીસે કાર્યકતાઓને ડીટેઇન કર્યા.
Advertisement