Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા : નિરંકારી સંત્સગ ભવન ખાતે રસીકરણ કેમ્પ યોજાયો.

Share

ગોધરા શહેરના ભૂરાવાવ વિસ્તારમાં આવેલા સંત નિરંકારી મિશન ગોધરા બ્રાંચ અને પંચમહાલ જિલ્લા આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે રસીકરણ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમા લોકોએ હવે સ્વંય જાગૃત બનીને રસી મૂકાવી હતી.

ગોધરા ખાતે નિરંકારી સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીર્વાદ દ્વારા ગોધરા નિરંકારી સત્સંગ ભવન ખાતે કોરોના રસીકરણ સેન્ટરમાં ૧૮ થી ૪૪ વર્ષ સુધીના તમામ માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યૂ હતું, જેનું ઉદઘાટન દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ ગડરિયાજી અને ગોધરા નિરંકારી બ્રાન્ચના સંયોજક શ્રીમતી વિદ્યાદેવીજી નિરંકારીના હસ્તે કરવામાં આવ્યું. જેમાં ડોક્ટરની ટીમ પણ હાજર રહી હતી.

દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ ગડરિયાજી એ જણાવ્યું કે, સંત નિરંકારી મિશન સમાજ સેવાના કાર્યો માટે હર-હમેંશ તત્પર હોય છે. સરકાર ની ગાઈડલાઈન મુજબ આજથી કોરોના રસીકરણ સેન્ટર ગોધરા નિરંકારી સત્સંગ ભવન ખાતે ઉભુ કરવામાં આવ્યું. જેમાં અંદાજે રોજના ૨૦૦ જેટલા લોકોને કોરોના રસી આપવામાં આવશે. જેનું રજીસ્ટ્રેશન ઓનલાઇન નોંધાવી શકશે. જે સરકાર ના આદેશ અનુસાર સેન્ટર કાર્યરત રહેશે.
કોરોનાના કેસો ઓછા થયા છે.પણ સાવચેતી માટે રસી જરૂરી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

વાગરાનાં ઓચ્છણ-પહાજ નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત

ProudOfGujarat

ભરૂચ નગરમાં ડોળા પાણી અંગે વિપક્ષ દ્વારા રજુઆત કરાઇ……

ProudOfGujarat

અમદાવાદ-બાપુનગર સોનરિયા બ્લોકની છત ધરાશાયી-૨ લોકોને સામાન્ય ઈજાઓ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!