પંચમહાલ જીલ્લા પોલીસવડા ડો.લીના પાટીલ દ્વારા બહારના રાજ્યના કેટલાક ઇસમો લોભામણી જાહેરાતો બહાર પાડીને યૂવાનો પાસેથી પૈસા પડાવે છે. આવા આરોપીઓને પકડી પાડવા માટે સૂચનાઓ કરવામા આવી છે. પંચમહાલ પોલીસના એસ.ઓ.જી પોલીસના પી.આઈ એમ.પી.પંડ્યાને બાતમી મળી હતી કે ઉત્તરપ્રદેશ બાજુનો હિન્દીભાષી વ્યક્તિ ન્યુઝપેપરમાં એક પત્રિકા ભાષામાં પ્રિન્ટીગ કરેલી પત્રિકા વાયરલ કરીને નોકરીની જરૂરીયાત યુવાનોને રિલાયન્સ જીઓ ફોરજી ટાવર કંપનીમાં તાત્કાલિક નોકરી આપવામા આવશે. તેવા લખાણવાળી પત્રિકા એસ.ઓ.જી પોલીસને હાથે લાગી હતી.
આથી તેના પર લખેલા મોબાઈલ નંબરને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગોધરા એસ.ટી બસ સ્ટેશન પાસેથી હાથમા થેલી લઇને કાગળોના બંડલો લઈને ફરતા ઇસમને એસ.ઓ.જી પોલીસની ટીમે પકડી લઈને પુછપરછ કરતા તેનુ નામ અંશૂકુમાર રાકેશ તિવારી મૂળ રહેવાસી ગામ- પરગવા, તા-નરોવલ,જી-કાનપુર (ઉત્તરપ્રદેશ) હોવાનુ જણાવ્યુ હતું. તેની પાસેથી પોલીસે ખોટી પ્રિન્ટીંગ કરેલી પત્રિકાઓ, રોકડ રકમ, મોબાઇલ, ફેવિકોલ બોકસ, આધારકાર્ડ, ડેબીટકાર્ડ, પેટીએમ પેમેન્ટ બેંકનું કાર્ડ સહિત 26,340 હજાર રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.
પંચમહાલ રાજુ સોલંકી