Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : સિંધુરીમાતાના મંદિર વિસ્તારમાંથી પસાર થતી ઓપન ગટર કેનાલ ઉંડે સુધી સાફ કરવા લેખિત રજુઆત.

Share

પંચમહાલ જિલ્લાની ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં પ્રિમોન્સુન કામગીરી શરૂ કરવામા આવી છે. જેમા સિંધુરીમાતાના મંદિર વિસ્તારમાં આવેલી ઓપન ગટર કેનાલની સાફસફાઈનો સમાવેશ થાય છે. નગરપાલિકાના વોર્ડ-નં 1 ના સભ્ય દિવાબેન પરમાર દ્વારા પાલિકાતંત્રને આ ગટરોની સાફસફાઇ વ્યવસ્થિત રીતે કરવામા આવે તે માટે લેખિત રજુઆત કરવામા આવી છે.

જેમા જણાવામા આવ્યુ છે કે કોન્ટ્રાક્ટરે ભરેલા ભાવ મુજબ અને નિયમો અનુસાર ટેન્ડર પાસ થયું છે સાથે કોન્ટ્રાક્ટરે કેનાલમાંથી ભોય તળિયેથી સફાઈ કરવાની શરતે કામગીરી શરૂ કરી દીધુ છે. હાલ કામ પ્રગતિમાં છે. પરંતુ તેની કામગીરી સંતોષકારક નથી ગટર કેનાલ અંદાજીત ૬ ફૂટ ઊંડાઈ ધરાવે છે. કોન્ટ્રાક્ટર ઉપરછલ્લું સાફ સફાઈ કામ કરાવે છે તેવો આક્ષેપ કરતા વધુમા જણાવાયુ છે કે. ભોયતળિયા સુધી ગટરનુ સફાઈકામ કરવામા આવ્યુ નથી.આથી કોન્ટ્રાકટરને નોટિસ આપીને તળિયા સુધી સફાઈ કામ કરવા આદેશ આપવા તેમજ સંપૂર્ણ રીતે સફાઈકામ ના કરે ત્યાં સુધી કામનું પેમેન્ટ ચુકવવામાં આવે નહી એવી અમારી રજૂઆત છે. વધુમાં જણાવાયુ છે કે લેખિત રજૂઆત બાદ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ ચૂકવવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી જેતે અધિકારીઓની રહેશે અને માત્ર અધિકારીઓ અંગત લાભ અને ભ્રષ્ટાચાર કરવાના હેતુથી જ પેમેન્ટ ચૂકવાયુ છે. તેવુ સમજીને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની ફરજ પડશે. તેવુ લેખિત રજૂઆતમાં જણાવામાં આવ્યુ છે. ત્યારે હવે જોવાનુ એ રહ્યુ કે પાલિકાતંત્ર આ ગટરકેનાલની સાફસફાઈનુ કામ ઉંડે સુધી કરાવે છે ?.

નોંધનીય છે આ ગટર કેનાલ વોર્ડ-4 માંથી વોર્ડ-1 માં પસાર થાય છે. જેમાં નવા તીરગર વાસ, ઢોલીવાસ, વાલ્મીકીવાસ, કુસુમ વિવેક સોસાયટીના કોટને અડી જાય છે. વધારે વરસાદ આવે છે. ત્યારે પાણી ઉભરાઇઁને બહાર ફેલાય છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

પિડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ અને કૌશલ્ય – ધ સ્કીલ યુનિવર્સિટીએ વુડવર્કિંગ અને પ્લમ્બિંગમાં એડવાન્સ સ્કીલ્સ માટે દેશનું પ્રથમ સેન્ટર શરૂ કર્યું

ProudOfGujarat

દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગ એસ.ટી.નિગમ ૨૨૦૦ થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ProudOfGujarat

મોટામિયા માંગરોલ ખાતે આવેલ એસ.પી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલનું ધો. 10 નું 86.06 ટકા પરિણામ આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!