ખલાસપુર ખાતે કોરોનાની મહામારી અને કોવિડ 19 જાગૃતિ અંગે તા:06/06/2021 રવિવાર સાંજના સુમારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી.ડી.પરમાર સાહેબના નેતૃત્વ હેઠળ આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ કોરોનાની બીજી વેવમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી.ડી. પરમાર સાહેબે શિબિરમાં ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું ડૉ.શૈલેષભાઇ પરમાર, વિપુલભાઈ પરમાર, ડૉ.મયુરભાઈ પરમાર હાજર રહી કોરોના અંગે જાગૃતિ કેળવાય તે માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. ઉપસ્થિત લોકોને માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું તેમજ વિવિધ ટેસ્ટ અને વેક્સિન અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. ખોરાકમાં લેવાની કાળજી, ઘરગથ્થું ઉપચાર, કોરોના પોઝિટિવ આવે તો દર્દી, ઘરના સભ્યોએ રાખવાની કાળજી અંગે વિસ્તૃત સમજ આપી હતી. વધુમાં સમાજમાં કોરોના અંગે પ્રવર્તતી ભ્રામક માન્યતાઓ વિશેની સમજ આપી હતી. ઉપસ્થિત લોકોએ મુઝવતા પ્રશ્નો પુછીને ડૉક્ટરો પાસેથી માર્ગદર્શન મેળવ્યું. કાર્યક્રમનું સંચાલન પ્રદિપભાઈ પરમાર દ્રારા કરવામાં આવ્યું હતું. અંતે શિબિરમાં હાજર રહેનાર ગ્રામજનો, ઉપયોગી માર્ગદર્શન આપનાર ડૉક્ટરઓ, આરોગ્ય શિબિરના આયોજક રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી.ડી.પરમાર સૌનો દિનેશભાઇ પરમારે આભાર માન્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા : ખલાસપુર ખાતે કોવિડ જાગૃતિ શિબીરનું આયોજન, ભ્રામક માન્યતાઓથી દૂર રહેવા અપીલ.
Advertisement