Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા : કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દિવંગતોને કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ.

Share

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં કોરોના મહામારી દરમિયાન મૃત્યુ પામેલા પરિવારજનોને સાંત્વના પાઠવવા સાથે આજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કોંગ્રેસ પક્ષ દ્વારા રાખવામાં આવ્યો હતો. કોરોનાની વૈશ્વિક મહામારીના બીજા રાઉન્ડ દરમિયાન પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં અનેક લોકોના મૃત્યુ થયા તેઓના આત્માને શાંતિ માટે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગોધરા ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રધ્ધાંજલી અર્પવા અને આવા મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવવા પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગોધરા ખાતે શ્રધ્ધા સુમનનો કાર્યક્રમ યોજાયેલ કોરોનાની વૈશ્વિક મહામારીમાંથી સૌ હેમખેમ સુરક્ષિત બહાર આવે અને રાબેતા મુજબનું જીવન વ્યવહાર પુનઃ ધબકતું થાય તેવા આશાવાદ સાથે પ્રભુ પાસે પ્રાર્થના કરવામાં આવી હતી. હાલની કોરોના મહામારીની સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે શ્રદ્ધાંજલિ આપવા આવી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ પાર્થ નગર સોસાયટીના એક મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને પતિ પત્નીને માર મારી સોનાના દાગીના અને રોકડ રકમ લઈ તસ્કરો ફરાર થતા ભારે ચકચાર મચ્યો હતો…….

ProudOfGujarat

નવસારીના વિજલપોર કૃષ્ણનગર વિસ્તારમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ

ProudOfGujarat

અંકલેશ્વરના ભૂગર્ભજળ ઓક્સીજન પર !! રાજપીપલા રોડ પર આવેલ વિનાયક સોસાયટીના બોરમાંથી નીકળી રહ્યું છે પીળા રંગનું દૂષિત પાણી : સ્થાનિકો પરેશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!