ગોધરા શહેરના જાણીતા અગ્રણી અને ડોકટર સૂજાત વલીએ આપેલા આવેદનમાં જણાવામા આવ્યુ છે કે પર્યાવરણના સંવર્ધનમાં નદીઓનો અગત્યનો ફાળો રહ્યો છે. પર્યાવરણના સંવર્ધન અને જતન માટે જાગૃત અને કટીબધ્ધતા કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. સૃષ્ટિ અને માનવ સમાજ નદીથી શરૂઆતથી જોડાયેલો રહ્યો છે. સભ્યતાઓનો વિકાસ નદી કિનારે જ થયા હોવાનું પુરવાર થયેલ છે. પૃથ્વી પર જીવનની શરૂઆતમાં પાણીનો અનિવાર્ય ફાળો રહ્યો છે. હાલ પર્યાવરણીય અસંતુલનના કારણે તથા માનવીય પ્રવૃત્તિ તથા કુદરતી ફેરફારોના કારણે જળ-સ્તર ખુબ નીચા જઈ રહ્યા છે. આપણે ભૂતકાળમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિઓને પણ માનવ જગતે જોઈ છે.
મેસરી નદીના કિનારે વસેલું એટલે કે, ગોધરા નગર પણ આ નદીના કારણે જ સ્થપાયેલું છે. પરંતુ આજે જોવા જઈએ તો આ નદી મૃતપ્રાય અવસ્થા તરફ વધી રહી છે. આ નદીને અદ્રશ્ય થતી રોકવા માટે જીલ્લા પ્રશાસન, લોક વિજ્ઞાન કેન્દ્ર અને જનભાગીદારી દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવે તે અંગે નીચેના મુદ્દાઓ પર એક આવેદન પત્ર લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા દ્વારા આપવામાં આવ્યું હતું. જેમાં નિચે મુજબના મુદ્દાઓ સૂચવ્યા હતા. જેમાં તજજ્ઞોની ટીમ/કમિટી બનાવવી જોઈએ જે નદીને પુનઃજીવિત કરવા માટેનું આયોજન સુનિશ્ચિત કરવા, નદીમાં અલગ – અલગ જગ્યાએ ચેક-ડેમ બનાવવા, રીવર-ફ્રન્ટ જેવા સુંદર પ્રોજેક્ટ મૂકી નદીની સુંદરતામાં વધારો કરવામાં આવે, નદીમાં ઠલવાતા ગંદા પાણી, કચરો વગેરે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, સરકારની વિવિધ યોજના અંતર્ગત નદીમાં પાણી લાવવા માટેના પ્રયાસો કરવા, સચોટ યોજના બનાવી સરકાર પાસેથી ખાસ બજેટ મેળવવું જેવા મુદ્દા માટે રજૂઆત કરવામાં આવી હતી. લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરાના કાર્યકારી પ્રમુખ ડોક્ટર સુજાત વલીએ જણાવ્યું હતું કે ગોધરામાંથી પસાર થતી મેસરી નદીને પુનઃજીવિત કરવા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. કલેકટર એ તે અંગે જરૂરી કરવા ખાતરી આપી હતી. નદીને મૃતપ્રાય થતી બચાવવા વિવિધ સંસ્થાઓ, જનભાગીદારી, સરકાર તમામ સહયોગથી પ્રવૃત્તિ થાય તો આ કામગીરી થઇ શકે છે.
પંચમહાલ રાજુ સોલંકી