પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામેથી ચલાલી ગામ તરફ જતો બિસ્માર બની જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેટલુ જ નહી પણ ગ્રામજનો દ્વારા પણ આ રોડનુ નવીનીકરણ કરવામા આવે તેવી માંગ કરવામા આવી રહી છે.
પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના વેજલપુરથી ચલાલી ગામ સુધી જોડાતા માર્ગ પર મસમોટા ખાડા પડી જતા રાહદારીઓ, વાહનચાલકો, ગ્રામજનો હેરાન પરેશાન થઈ ગયા છે. રસ્તામાં ખાડા પડી જવાને કારણે અકસ્માતોના પણ બનાવો બન્યા છે. વધુમા ગામમા ૧૦૮ સેવાની જરૂરિયાત પડે ત્યારે પણ તેને આવતા વાર લાગે છે. ગ્રામજનોની માંગ છે કે જો આ રસ્તો નહી બનાવામા આવે તો અમે ઉચ્ચકક્ષાએ રજુઆત કરીશું તેમ ગામ લોકોએ જણાવ્યુ હતું. જવાબદાર તંત્રએ પણ આ મામલે ત્વરીત રોડની કામગીરી કરવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.
પંચમહાલ રાજુ સોલંકી
Advertisement