Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : રેડક્રોસ સોસાયટી ખાતે BJP અનુસૂચિત જાતિ મોર્ચા દ્વારા રકતદાન શિબિર યોજાઈ, કોરોના વોરિયર્સનું કરાયુ સન્માન.

Share

કેન્દ્રની ભાજપ શાસિત નરેન્દ્ર મોદી સરકારે 30 મી મે એ 7 વર્ષ પૂર્ણ કર્યા છે. જેના ઉપલક્ષ્યમાં ભાજપના ધારાસભ્ય સી કે રાઉલજીની અધ્યક્ષતામાં અને પ્રદેશ ભાજપની સુચના મુજબ અનુસૂચિત જાતી મોરચા દ્વારા ભાજપના સંગઠનમાં સેવા હી સંગઠન કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવાની અપીલ કરી હતી.

જેના અનુસંધાનમાં આજરોજ રેડક્રોસ સોસાયટી ખાતે અનુસૂચિત જાતી મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, તથા કોરોના વોરિયર્સનું સન્માન વગેરે જેવા કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતાં. માનનીય નરેન્દ્ર ભાઈ મોદીની સરકારને કેન્દ્રમાં સાત વર્ષ પૂર્ણ થવા બદલ અને પ્રદેશ ભાજપની સુચના મુજબ અનુસૂચિત જાતી મોરચા દ્વારા આજરોજ સેવા હી સંગઠન સપ્તાહના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોધરાના લોક લાડીલા ધારાસભ્ય સી કે રાઉલજી તેમજ પંચમહાલ એસ સી મોર્ચા પ્રમુખ નારણભાઇ પરમાર એસ સી મોર્ચા મહામંત્રી નટુભાઈ સોલંકી. તથા કે ડી પરમાર તેમજ ગોધરા નગર એસસી મોર્ચા પ્રમુખ શાંતિલાલ ગોવિંદભાઈ પરમાર તેમજ મહામંત્રી પંકજભાઈ સોલંકી નગરપાલિકાના સભ્યો હંસાબેન વાઘેલા, રાકેશભાઈ રાણા, દિપેશભાઈ ઠાકોર, નરેન્દ્રભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ પરમાર ઉપસ્થિત રહી રક્તદાન શિબિરને સફળ બનાવી હતી.

Advertisement

Share

Related posts

ગરૂડેશ્વર તાલુકાનાં ગોરા ગામના સમગ્ર વિસ્તારને COVID-19 કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરતું જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ પ્રસિદ્ધ કરેલું જાહેરનામુ.

ProudOfGujarat

નબીપુરમાં એક્ટિવામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો

ProudOfGujarat

અંકલેશ્વર : નમી પડેલા પોલીસ પોઈન્ટનું સમારકામ કયારે ? સતત ચર્ચાતો પ્રશ્ન ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!