Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરાનાં દાહોદ બાયપાસ હાઇવે ઉપર કાર ચાલકે બાઇકને ટક્કર મારતા ત્રણના મોત.

Share

ગોધરા શહેર પાસે આવેલા બાપયાસ રોડ પર ગઈકાલે મોડી રાત્રિના સમયે બાઇક પર સવાર ત્રણ યુવકોને કાર ચાલકે ટકકર મારતા ત્રણેય યુવકોના કમકમાટી ભર્યા મોત થયા હતા. યુવકો બાઈક લઈ આંટો મારવા નીકળ્યા હતા દરમિયાન પુર ઝડપે જઇ રહેલી કારના ચાલકે બાઇકને ટકકર મારતા ગોધરા નવા બહારપુરા વિસ્તારના ત્રણ બાઈક સવાર યુવકોના મોત થયા હતા. એક જ ફળિયાના ત્રણ યુવકોના મોત નિપજતાં રહીશોમાં શોકની કાલિમા છવાઈ હતી. અકસ્માત દરમિયાન યોગ્ય સમયે એમ્બ્યુલન્સ સહિતની મદદ સમયસર નહિ મળતા ના આક્ષેપો વચ્ચે સ્વજનોમાં રોષની લાગણી જોવા મળી હતી. કાર ચાલકને ઇજા પહોચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. મૃતકોના સ્વજનો અને ફળિયાના રહીશોએ કારચાલક સામે કાર્યવાહીની માંગ સાથે રજુઆત માટે કલકેટર કચેરી કમ્પાઉન્ડમાં બેસી ગયા હતા,

મોડી રાત્રે ડીવાયએસપીએ જઈ સમજાવટ કરી મામલો થાળે પાડ્યો હતો. મૃતકોના નામ આ પ્રમાણે છે. (૧) સમીર મોહંમદ શેખ ઉર્ફે રાજુ રહે.નવાબહારપુરા ગોધરા. (૨) ફિરોજખાન ઈનાયતખાન પઠાણ રહે.નવાબહારપુરા ગોધરા. (૩) ઝહીર મજીદભાઈ શેખ રહે.નવા બહારપુરા ગોધરા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

સુરતની યુવતીનું કાલુપુર રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાં દાગીના રોકડ ભરેલું પર્સ ચોરાયું

ProudOfGujarat

ઝઘડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં સંગઠન મજબુત બનાવવા પર ભાર મુકાયો.

ProudOfGujarat

વરસાદના કારણે રાજ્યના 207 ડેમોમાં આવક વધી, સૌરાષ્ટ્ર અને કચ્છના ડેમો છલકાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!