Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : R&B વિભાગ દ્વારા રસ્તાઓ અને પુલની કામગીરી ચકાસણી કરાઈ, જીલ્લા પંચાયતના પ્રમુખ પણ હાજર રહ્યા.

Share

પંચમહાલ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા ગોધરા તાલુકાના જીતપુર કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ
જંત્રાલ, મોકડબોડીદ્રા વગેરે ગામે રસ્તાઓ અને પુલની કામગીરી હાથ ધરવામાં આવી છે, આ રસ્તાઓ અને પુલની કામગીરી કયા પ્રકારના મટીરીયલ્સ વાપરવામાં આવ્યા છે તેની તપાસ અને ગુણવત્તાની ચકાસણી માટે જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામીની ગોપાલસિંહ સોલંકી અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સાથે રાખીને અચાનક ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં મજૂર દ્વારા રોડ રસ્તા પર ત્રિકમ મારી તેમાં કયા પ્રકારના મટીરીયલ્સ વાપરવામાં આવ્યા છે તેની સ્થળ ઉપર મુલાકાત લઈ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ સહિત કાર્યાપાલક ઇજનેર સી.એન.રાઠવા ના.કા.ઈ એસ.આઇ. પટેલ અને ના.કા.ઈ એચ.આઈ. ખાતુડા વગેરે કર્મચારી સ્ટાફ જોડાયા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના પોસ્ટ માસ્ટરની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો

ProudOfGujarat

ભરૂચમાં ટ્રાવેલ્સ સંચાલક સામે પોલીસ અને પત્રકારોનો રોફ જમાવનારા બે ઇસમોની સી ડિવિઝન પોલીસે ધરપકડ કરી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના પાણેથા ગામેથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!