પંચમહાલ જિલ્લાનું મુખ્ય પાક ડાંગરનો છે અને હાલ ચોમાસામાં ડાંગરના ધરું કરવા માટે પાણીની ખૂબ જરૂરિયાત છે. પાનમ જળાશયમાં પાણીનો જથ્થો મળી રહે તથા આગામી ટૂંક સમયમાં ચોમાસામાં પાનમ જળાશયમાં પાણીની આવકમાં પણ વધારો થવાનો છે. જેથી સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ છે જેના કારણે પંચમહાલના ડાંગર પકવતા ખેડૂતોના હિતમાં પાનમ જળાશય અને હાઈલેવલ કેનાલમાંથી સિંચાઈ માટે પાણી આપવા અધિક્ષક ઈજનેર, પાનમ સિંચાઈ વર્તુળને બજાર સમિતિ ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ વી. ચૌહાણ દ્વારા આવેદનપત્ર મારફતે ભલામણ કરવામાં આવેલ છે.
પંચમહાલ રાજુ સોલંકી
Advertisement