ગોધરા
ગુજરાતમા બનતી બળાત્કારની ઘટનાઓ બાબતે પંચમહાલ જીલ્લા મહિલા કોંગ્રેસ દ્રારા તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ.જીલ્લા પ્રમૂખ સહિત મોટી સંખ્યામા મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ જીલ્લા મહિલા કોંગ્રેસ દ્રારા ગુજરાતમા વધતી જતી બળાત્કારની ઘટનાઓના સંદર્ભ આવેદન પત્ર આપ્યુ હતુ ” આવેદનપત્ર જણાવામા
આવ્યુ હતુ કે” તાજેતરમા બનેલી ઘટનાઓથી માથુ શરમથી ઝુંકાવી દીધુ છે.જાહેર જીવનમા જે વ્યકિત હોય છે.તેમની જવાબદારી પ્રજાની જાન માલ અને હિતોનુ રક્ષણ કરવાનુ છે,પરંતુ અત્યારે દુ:ખની વાતએ છે અત્યારે ભારતીય જનતા પાર્ટીનુ શાસન ચાલી રહ્યુ છે.બીજેપીના એક નેતા સામે બળાત્કાર જેવો ગંભીર ગુનો દાખલ થયો છે.અત્યારે મહિલા સશક્તિકરણની વાતો કરે છે.નારી સન્માનની વાતો કરે છે.મહિલા અધિકારની વાતો કરે છે.પણ હકીકત જુદી છે.જ્યારે પોતાની પાર્ટીના નેતા
કોઇ દીકરીને હોદા પર બેસાડવાની લાલચ આપીને બળાત્કાર જેવી ઘટનાને અંજામ આપે છે. તેના પર પગલા બદલે ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠન કામે લાગ્યા હોય તેમ સ્પષ્ટ પણે જણાઇ આવે છે. આગામી સમયમા અમારે જલદ આંદોલનો કરવા પડશે તેમ આવેદનપત્રમા જણાવાયુ હતુ. આવેદનપત્ર આપવા મહિલા કોંંગ્રેસ પ્રમુખ પ્રિયંંકા પરમાર જીલ્લા પ્રમુખ અજીત સિંહ ભટ્ટી ,સહિત મહિલા અગ્રણીઓ હાજર રહી સુત્રોચ્ચાર કર્યા હતા.