Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : વાવાઝોડામાં અકસ્માત પામેલા લાભાર્થીના પરિવારજનોને આર્થિક સહાયનો ચેક MLA સી.કે.રાઉલજી દ્વારા અર્પણ કરવામાં આવ્યો.

Share

ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીના હસ્તે તાઉતે વાવાઝોડાથી અકસ્માતે મરણ પામેલા લાભાર્થીના પરિવારને રૂપિયા ચાર લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બખ્ખર ગામે હાલમા આવેલા તાઉતે વાવાઝોડાને કારણે ઝાડ પડવાથી મહિલા રહીશ કંચનબેન મોહનસિંહ બારીયાનું અકસ્માતે મોત થતા પરિવારજનો આઘાત પામ્યા હતા.

ગોધરાના ધારાસભ્ય દ્વારા સી.કે.રાઉલજી દ્વારા રાજ્ય સરકારમાં લાભાર્થીને સત્વરે સહાય ચૂકવવા ભલામણ કરી હતી.આખરે રજુઆતને ધ્યાને લઈને લાભાર્થીના કુટુંબીજનોને રૂપિયા 4,00,000 લાખની રકમની સહાય મંજુર કરી આપવામા આવી હતી.સહાયનો ધારાસભ્ય સી.કે.રાઉલજીના વરદહસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.જેમા અરવિંદસિંહ પરમાર, દંડક જિલ્લા પંચાયત, પંચમહાલ,તાલુકા વિકાસ અધિકારી, ગોધરા, તાલુકા પંચાયતના સદસ્ય, સરપંચ અને ગ્રામજનો ઉપસ્થીત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

સુરત : લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે થયેલા ઝઘડામાં બે ભાઈ પર હુમલો, એકનું મોત

ProudOfGujarat

વડોદરા : દંતેશ્વરની વ્હાઇટ હાઉસની સરકારી જમીન પરના દબાણો તોડી પાડવાની કાર્યવાહી કરાઇ.

ProudOfGujarat

“सूरमा” के डायलॉग प्रोमो में संदीप सिंह के जीवन से जुड़े विभिन्न पक्ष से करवाया गया रुबरु!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!