ગોઘરાના દાઉદી વ્હોરા સમાજના મોલાના આમીર અને આગેવાનો દ્વારા હાજી હનીફ કલંદર અને તેમની ટીમને કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
કોરોનાની મહામારીમાં આ કોરોના વોરિયર્સ દિવસ-રાત પોતાની તેમજ પરિવાર ની પરવા કર્યા વગર દર્દીઓની સેવા તેમજ કોરોના ગ્રસ્ત દર્દીઓને અગ્નિ સંસ્કાર કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, ત્યારે કોરોના મહામારીએ છેલ્લા એક વર્ષથી ભારત સહિત સમગ્ર વિશ્વમાં હડકં૫ મચાવી નાખ્યો છે. દુનિયાનો એક ૫ણ એવો ખુણો નથી કે જયાં વાયરસનું સંક્રમણ ન ફેલાયું હોય. આ વાયરસે સમગ્ર વિશ્વમાં લાખો લોકોના જીવ લીધા છે. ત્યારે ગોધરા શહેરમાં મુસ્લીમ સમાજના નવયુવાન હાજી હનીફ કલંદર અને તેમની ટીમએ કોરોનાની વૈશ્વિક મહામારી કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીઓને સમાજના રીત રિવાજ મુજબ અગ્નિ સંસ્કાર કરી અનોખો સેવાયજ્ઞ કરતા હતા જેના કારણે આજ રોજ ગોઘરાના દાઉદી વ્હોરા સમાજના મોલાના આમીર અને આગેવાનો દ્વારા હાજી હનીફ કલંદર અને તેમની ટીમને કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કર્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા : દાઉદી વ્હોરા સમાજ દ્વારા હનીફ કલંદરની ટીમનુ કોરોના વોરિયર્સ તરીકે સન્માન.
Advertisement