કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે દર્દીઓને ઑક્સીજનની જરૂરિયાત પૂરી પડે તે હેતુથી ગોઠડાની રેફરલ હસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામા આવ્યો છે. કેનેડાના દાતાથી આ પ્લાન્ટ શરૂ કરવામા આવ્યો છે.
પુષ્ટિમાગીઁય વૈષ્ણવ સમાજ દાતા રાજુભાઈ શાહ (કેનેડા) ના સહયોગથી વલ્લભકુલભુષણ વૈષ્ણવાચાચૅ પૂ.પા.ગો.૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયના હસ્તે ગોધરાના ટીંબા રોડ,ગોઠડા રેફરલ હોસ્પિટલમાં ઓકિસજન પ્લાન્ટનું લોકાપૅણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિની ગોપાલસિંહ સોલંકી, ધારાસભ્ય સી.કે રાઉલજી, ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ, ભારતીય જનતા પાટી પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, કલેકટર અમિત અરોરા, ડી.ડી.ઓ એ.બી.રાઠોડ, આગેવાનો રયજીભાઈ પરમાર, ગોપાલભાઈ પટેલ, દંડક ગૌરાંગ પટેલ, વૈષ્ણવ સમાજના સમીરભાઈ પરીખ વગેરે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા : ગોઠડા ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનુ લોકાર્પણ.
Advertisement