પોલીસ સુત્રોમાથી મળતી માહિતી અનુસાર કાંકણપુર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે વખતે ખાનગી રાહે બાતમી મળી હતી કે નદીસર ગામે રહેતા ગોકળભાઈ બીજલભાઈ માછી પોતાના છોકરાના લગ્નના વરઘોડામાં તેમજ છોકરી કોકીલાબેનના લગ્નમાં ડીજે વગાડીને ગામના મહીલા સરપંચ સહીતના અન્ય ભેગા થયા છે. તેમજ કોઈએ મોઢે માસ્ક બાધેલા નથી તેમજ સામાજીક અંતર જાળવેલુ નથી. જેમા પોલીસે ગોકળભાઈના છોકરા કિરીટ માછી તેમજ ડીજે સંચાલક હસમુખ ભોઈ તેમજ મહિલા સરપંચ રેખાબેન માછી, મહેશભાઈ માછી, વિજયભાઈ માછી, નરેશભાઈ માછી, અરવિંદભાઈ માછી, જીગ્નેશભાઈ માછી, ધવલકુમાર માછી, મયુરભાઈ માછી, શીતલબેન માછી, કોમલબેન, વિમલકુમાર અરવિદભાઈ માલિક ઘોડાના માલિક,અરવિંદભાઈ પરમાર મંડપના માલિક, રમેશભાઈ માછી, ગોપાલભાઈ માછી, દશરથભાઈ માછી, મોહનભાઈ માછી, રતિલાલ માછી, ચંપાબેન માછી,શારદાબેન માછી, કિરણભાઈ માછી, વિજયભાઈ માછી, ચંદ્રિકાબેન માછી સામે જાહેરનામા ભંગ બદલની કાર્યવાહી કરી છે.
પંચમહાલ રાજુ સોલંકી