ગોધરા શહેર ખાતે નગરપાલિકા સામે આવેલી એપેક્ષ લેબોટરી છે જે લેબોટરીમાં covid profile રિપોર્ટના ૩૨૦૦ રૂપિયા લેવામાં આવે છે તો અન્ય લેબોરેટરીમાં તે જ covid profile રિપોર્ટના ૨૦૦૦ રૂપિયા લેવામાં આવે છે જેનાથી ગરીબ પ્રજાના ખિસ્સા ખંખેરાઈ જાય છે. હાલ પંચમહાલ નાગરિકોના રોજગાર ધંધા બંધ છે ત્યારે પંચમહાલના નાગરિકોની આર્થિક પરિસ્થિતિ સારી હોતી નથી ત્યારે હાલ આવી લેબોટરી પ્રજાને લૂંટે છે જેનાથી લોકો હેરાન પરેશાન થાય છે તો તંત્ર દ્વારા આવી લેબોટરી સામે ક્યારે પગલા લેશે ? તેવુ સંજય ટહેલ્યાણી (સામાજિક કાર્યકર, ગોધરા) જણાવી રહ્યા છે. એપેક્ષ લેબોટરીની આંધળી લૂંટ આવી લેબોટરી સામે કાર્યવાહી થશે કે કેમ તે ચર્ચાનો છે દિશા લેબોટરીમાં 500 રૂપિયા અને એપેક્ષ લેબોટરી 750 રૂપિયાની લે છે આવી લેબોટરી સામે કાયદેસરની કાર્યવાહી કરવા આપ તંત્રને રજૂઆત કરવામા આવી છે.
પંચમહાલ રાજુ સોલંકી