Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતીથી નિમિત્તે કોવિડ સંક્રમિત દર્દીઓને વિવિધ વસ્તુઓનું વિતરણ કરાયુ.

Share

પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા દેશના ભૂતપુર્વ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ નિમિતે પોલન બજાર પાસે આવેલા અલ- હયાત કોવિડ કેર સેન્ટર ખાતે દાખલ દર્દીઓના ખબર અંતર પુછયા તેમજ દૂધ, મેંગોની બોટલ અને માસ્કનું વિતરણ કર્યું હતું. આ કોવિડ કેર સેન્ટરમાં સેવા આપતા ડોકટરોની સાથે પેરામેડિકલ સ્ટાફની કામગીરીને બીરદાવી હતી. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભટ્ટી, પંચમહાલ યુથ કોંગ્રેસ પ્રમુખ મિકી જોસેફ, પંચમહાલ કોંગ્રેસ સંગઠન મહામંત્રી, ખાલીદ હાજી દાવ, ગોધરા કોંગ્રેસ શહેર ઉપપ્રમુખ, ફરીદ ચરખા,ગોધરા શહેર યુથ કોંગ્રેસ મહામંત્રી, હસન ભાઇ છકડા તેમજ વોર્ડ નંબર 8 ના કર્મવીર, સેવાભાવી નગરપાલિકા સભ્ય તેમજ ગોધરા શહેર યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ અલ્તાફ હયાત(ભુરીયા) એ મુલાકાત લીધી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ-નવા તવરા ગામે પટેલ પરિવારને 76 હજારનો ચૂનો ચોપડી બે માસીબા ફરાર…

ProudOfGujarat

એસ.એલ.ડી હોમ્સ ખાતે ફૂલોથી હોળી તેમજ વિવિધ રંગબેરંગી કાર્યક્રમો યોજાતા હોળી ધુળેટીનું વાતાવરણ સર્જાયું

ProudOfGujarat

કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં આંગણે ઇન્ડીયા ફાઉન્ડેશન દ્વારા આયોજીત ત્રિ-દિવસીય ઇન્ડીયા આઇડિયાઝ કોન્કલેવ -૨૦૨૦ નો આજથી થયેલો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!