ભારત રત્ન આધુનિક ભારતના પ્રણેતા યુવાઓને મતદાન – સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને ૩૩% સ્થાન કોમ્પ્યુટર, દૂરસંચાર, વિજ્ઞાન, ઉદ્યોગ, ઇન્ફ્રાસ્ટ્રકચર, અંતરિક્ષ સંશોધન જેવા મહત્વ ના ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપી દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ પ્રદાન કરનાર ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ૩૦ મી પુણ્યતિથી નિમિત્તે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્વ. રાજીવ ગાંધીની દેશસેવાઓને યાદ કરી સ્વ. રાજીવ ગાંધીની તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ છે અને સમાજ ઉપયોગી સેવાકીય કાર્યો પણ કરવામાં આવેલ છે. હાલની કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં લઇ સોશ્યલ ડિસ્ટન્સ સાથે કાર્યકમનું આયોજન કરવામાં આવેલ હતું.
પંચમહાલ રાજુ સોલંકી
Advertisement