તૌકતે વાવાઝોડાની અસર વચ્ચે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભર ઉનાળે ચોમાસુ બેઠુ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં તૌકતે વાવાઝોડાને પગલે ભર ઉનાળે ચોમાસુ બેઠુ હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી. જેના કારણે પંચમહાલ જિલ્લાના તાલુકામાં ખેતીને વ્યાપક નુકસાન થયુ છે. ઉપરાંત અનાજ કઠોળ, ફુલો, શાકભાજી ઉનાળા સીઝનમાં બાજરી, તલ, તડબુચ સહિતના પાકોને ભારે નુકશાન થયેલ છે. હાલમાં ચાલી રહેલ કોરોનાની વૈશ્વિક મહામારીને લઇને મંદીનો માહોલ ફેલાયો છે. તેમાં તૌકતે વાવાઝોડાની અસરથી કમોસમી વરસાદ વરસતા ખેતીને વ્યાપક નુકસાન થયુ હોવાની વાતો ખેડૂત પાસેથી જાણવા મળી છે. પંચમહાલ જિલ્લામાં તૌકતે વાવાઝોડાને કારણે ગોધરા તાલુકામાં પડેલ કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે ખેડૂતોના ઉનાળા સીઝનમાં બાજરી, તલ, તડબુચ સહિતનાં પાકોને ભારે નુકશાન થયેલ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં મકાન અને ઝૂંપડાઓને પણ વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે આ તમામ અસરગ્રસ્તોને વહેલી તકે તેમના થયેલ નુકસાનીનું સત્વરે સર્વે કરાવી તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવા જિલ્લા વિકાસ અધિકારી પંચમહાલ અને ખેતીવાડી અધિકારીને ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી કિસાન મોરચો પંચમહાલ જિલ્લાના પ્રમુખ ગોપાલભાઈ પટેલ, ભારતીય કિસાન સંઘ પંચમહાલ જિલ્લાના અદયક્ષ ખુમાનસિંહ યુ. ચૌહાણ અને ખેડૂત આગેવાનો સાથે રજૂઆત કરવામાં આવી છે.
પંચમહાલ રાજુ સોલંકી