ગોધરા.
Advertisement
આગામી લોકસભાની ચુટણી માટે પંચમહાલ જીલ્લામા કોંગ્રેસ આઈટીસેલ બાદ ભાજપ આઈટીસેલ પણ સજ્જ બની રહ્યુ છે,ગોધરા સરકીટ હાઉસ ખાતે ભાજપ આઈટીસેલ સેલ
ની બેઠક મળી હતી.જેમા આગામી લોકસભાની ચૂંટણીને લઇને વિચારવિમર્શ કરવામા આવ્યો હતો.
લોકસભાની ચુટણીની તૈયારી માટે હવે રાજકીય પાર્ટીઓ કમર કસી રહી છે.ભાજપ હવે સોશિયલ મીડીયા થકી જનતા પર પકડ મેળવીછે.
ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જિલ્લા આઈ.ટી.સોશિયલ મીડિયા ની આજરોજ ગોધરા સર્કિટ હાઉસ ખાતે આગામી ૨૦૧૯ લોકસભા ચૂંટણી ને અનુલક્ષીને બેઠક મળી હતી.જેમા ચુટણીને લઈ ખાસ રણનીતી સોશિયલ મીડીયાને અનુલક્ષીને તૈયાર કરવામા આવી હતી.આ મીટીંગમા જિલ્લા ના પ્રભારી રિશીકેશભાઈશુક્લા, મધ્ય ઝોન ના સહ ઇન્ચાર્જનિરવભાઈપરમાર તથા પંચમહાલ જિલ્લા આઈ.ટી.એસ.એમ ઇન્ચાર્જ કુશસોની સહિત કાર્યકતાઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા