વિજયસિંહ સોલંકી,ગોધરા
પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના કરોલી ગામે ડીગ્રી વગર પ્રેક્ટીસ કરતો પશ્ચિમ બંગાળના એક બોગસ ડોકટરને એસઓજી શાખાએ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જીલ્લા એસઓજી શાખાને ચોકકસ બાતમી મળી હતી કે કાલોલ તાલુકાના કરોલી ગામે રહેતા કનક સિંહ ચંદનસિંહ ગોહીલના મકાનમાં એક ડોંકટર ડીગ્રી વગર લોકોની સારવાર કરી રહ્યો છે અને આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે.અને મનફાવે તેમ પૈસા વસુલ કરી રહ્યો છે.ત્યારબાદ સ્ટાફ સાથે દવાખાના જઈ તપાસ કરતા જુદી જુદી જગ્યાએ જથ્થા તથા ઈન્સ્ટુમેન્ટ સાથે મળી આવ્યા હતા. તેની સઘન પુછ પરછ કરતા તેને નામ પંશાતજીત પંશાત કુમાર વિશ્વાસ રહે.ભાદરણ કોટ ફળિયા તા. બોરસજ જી.આણંદ મુળ રહે. સુલતનપુર જી હાવડા પશ્ચિમ બંગાળ નો હોવાનું જણાવ્યું હતુ.તેની પાસે વધુ તપાસ કરતામેડીકલ ડીગ્રી ન હોયઅને ગેરકાયદેસર રીતે તબીબી પ્રેકટીસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો એસઓજી શાખાએ બોગસ ડીગ્રીધારી ડોકટરની અટક કરી એલોપેથિક દવાઓ સહીત મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.