નોટબંધીને ચાર વર્ષથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ અવારનવાર રદ કરવામાં આવેલ રૂપિયા 500 અને 1000 ના દરની ચલણી નોટો મળી આવતી હોય છે ત્યારે આજરોજ ગોધરા બી ડીવીઝન પોલીસે ફરી એકવાર રદ કરવામાં આવેલી રૂપિયા 500 ના દરની 3,91,500 રૂપિયાની જુની નોટો સાથે ત્રણ આરોપીઓને એક સફેદ કલરની અલ્ટો ગાડીમાથી દબોચી લઇ વધારે તપાસ માટે ચક્રો ગતિમાન કરેલ છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ એસ ભરાડા અને જિલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલ દ્વારા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા માટે નાયબ પોલીસ અધિક્ષક સી.સી ખટાણાને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી જેના પરિણામે ગોધરા બી ડીવીઝન પોલીસના પી.આઈ એચ એન પટેલને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ કલરની અલ્ટો ગાડીમાં ત્રણ ઈસમો સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ ચલણી નોટો લઇ ગોધરા શહેરમાં ફરે છે જે બાતમી આધારે પી.આઈ એચ.એન પટેલએ ગોધરા બી ડીવીઝન પોલીસ મથક પી.એસ.આઈ એન આર રાઠોડને બાતમીવાળી સફેદ કલરની અલ્ટો ગાડી પર વોચ રાખવા માટે કહ્યું હતું જેથી પેટ્રોલીંગ દરમિયાન એક સફેદ કલરની અલ્ટો ગાડી નંબર GJ.19.A.7850 ની તપાસ કરતા એક કાળા કલરની બેગમાંથી સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ 500 ના દરની ચલણી નોટો 3,91,500 રૂપિયા અને અલ્ટો ગાડી કિંમત 60000 તથા ત્રણ મોબાઇલ ફોન જેની કિંમત 15000 સાથે ત્રણ ઈસમો માં 1. શૈલેષભાઈ અંબાલાલ પટેલ રહે. શુકલ સોસાયટી ગાયત્રી મંદિર પાસે અંકલેશ્વર મહાદેવ રોડ ગોધરા 2. ઈસરાર નૂર પઠાણ રહે. સલામત સોસાયટી હસન વકીલની લાઈનમાં લીલેસરા ગોધરા 3. ફિદાલી ફિરોજભાઈ વલીકરીમ વાલા રહે. આમલી ફળિયા વ્હોરવાડ ગોધરા ના ઓને ઝડપી પાડી વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
પંચમહાલ રાજુ સોલંકી