કોરોનાની મહામારી હવે વેકસીનેશન મહત્વની સંજીવની સાબિત થઈ રહી છે. પંચમહાલ જીલ્લામાં હવે કોરોનાના કેસો આવી રહ્યા છે ત્યારે વેકસીનેશનના કેમ્પો યોજાઈ રહ્યા છે.
કોરોના મહામારીમાં ખેડુતો અને ગ્રામજનોને સુરક્ષિત કરવા મારૂ ગામ કોરોના મુક્ત ગામ” ના સુત્રને સાર્થક કરવા હેઠળ પંચમહાલ જિલ્લાના જોડકા રામપુરા ગામે પ્રાથમિક શાળા, જોડકાં ખાતે વેકસીનેશનની કામગીરી કરવામાં આવી હતી. આ રસિકરણમાં મોટી સંખ્યામાં વેકસીનેશન કરાયુ હતુ. જિલ્લા પંચાયતના પ્રમુખ કુ. કામિનીબેન જી. સોલંકી ની પ્રેરક ઉપસ્થિતિ ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ વી. ચૌહાણ,(સુખિયાપુરી) સરપંચ. ગ્રામપંચાયત ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.બજાર સમિતિના ચેરમેન દ્વારા ગોધરા તાલુકાને કોરોના મુકત કરવા અને ખેડૂતોને મહામારીમાં તમામ પ્રકારની સહાય કરવા બજાર સમિતિ અને સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ જણાવ્યુ હતુ. કોરોનાની ગાઈડલાઈન મુજબ રસીકરણ કરાયુ હતૂ. ખેડૂતોએ અને સ્થાનિક લોકોએ જિલ્લા પંચાયતના પ્રમુખ, માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને રાજ્ય સરકારની આ અસરકારક કામગીરીને બિરદાવી હતી.
પંચમહાલ રાજુ સોલંકી