પંચમહાલ જિલ્લાના ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકએ આપેલ સૂચનાઓ લઇ પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલએ કોરોનાની વૈશ્વિક મહામારી અને કોવિડ-19 રોગના સતર્કતાના ભાગરુપે કોરોના વાયરસમાં ઉપયોગ લેવાતી ફેવીપીરાવીર તથા અન્ય આવશ્યક દવાઓનું બ્લેક માર્કેટીંગ અને સંગ્રહખોરી ન થાય તે માટે તેમજ જરૂરિયાતમંદ લોકોને દવાઓ સરળતાથી અને વ્યાજબી ભાવે મળી રહે તે માટે મેડિકલ સ્ટોર્સનાં ધારકોને પૂછપરછ કરી હતી ત્યારબાદ પંચમહાલ જિલ્લાના ગોધરા એસઓજી શાખાના પોલીસ અને ફુડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ સાથે રાખી ગોધરા સ્થિત મેડીકલ સ્ટોર્સ ઉપર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં અમુક મેડિકલ સ્ટોર વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી જેથી ગોધરા એસઓજી શાખાએ ફુડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ સાથે રાખી 10 જેટલી મેડિકલ સ્ટોર્સ ઉપર સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં દવાઓના સ્ટોક, લાયસન્સ, બીલો વગેરેનું વેરીફાય કરવામાં આવેલ જેમાથી 3 જેટલી મેડિકલ સ્ટોર્સના સંચાલકો વિરુદ્ધ કારણદર્શક નોટીસ આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પંચમહાલ રાજુ સોલંકી