Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા : રાજપુત સમાજની વાડીએ વાલ્મિકી સમાજ યુવાનોએ કર્યુ રકતદાન.

Share

સમગ્ર ભારત દેશ સહિત ગુજરાતભરમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત રહ્યો છે રોજબરોજ કોરોના કેસો શહેરી વિસ્તારથી લઈ છેક ગ્રામ્ય સ્તરે કોરોના સંક્રમણના વાયરસે લોકોને હચમચાવી દીધા છે ત્યારે સમગ્ર ભારત દેશ સહિત ગુજરાતભરમાં આ મહામારી દરમિયાન પોતાના પરિવારની પણ પરવા કર્યા વિના અવિરત નગરો સ્વચ્છ રાખી સેવાઓ આપનાર સફાઈ કામદારોના પરિવારના સભ્યો દ્વારા કોરોના મહામારીમાં રક્તની અછત ન વર્તાઈ તે માટે વોર્ડ નંબર 4 ના કાઉન્સિલના સંયોગથી વાલ્મીકી સમાજના નવયુવાનો એ બ્લડ/પ્લાઝમા ડોનેશન કેમ્પ ભાગ લઈ રકતદાન કર્યું હતું. ગોધરાના ધારાસભ્ય સી.કે રાઉલજી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં વોર્ડ નંબર 4 ના કાઉન્સિલ રમીલાબેન શાંતિલાલ સોલંકીએ તેમના વિસ્તારના નવયુવાનોને ભેગા કરી ગોધરાના સાયન્સ કોલેજ રોડ જાફરાબાદ ખાતે આવેલ રાજપૂત સમાજ ભવનની વાડી ખાતે રક્તદાન કરાયું હતું સાથે સાથે વાલ્મીકી સમાજના નવયુવાનોને પ્રોત્સાહન ઈનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

કેવડિયા કૉલોની મા ઘર માંથી ” બેબી કોબ્રા ” પકડાયો..

ProudOfGujarat

ગૃહ રાજયકક્ષાના મંત્રી હર્ષ સંધવીએ હાઇ પર્ફોમન્સ સેન્ટર, નડિયાદની મુલાકાત લીધી.

ProudOfGujarat

છોટાઉદેપુર : સિઝનમાં પહેલી વખત ઓરસંગનો જોજવા આડબંધ ઓવરફ્લો થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!