કોરોનાના કહેરથી આમ જનતાની સાથે સલામતીની સવારી ગણાતીના કર્મીઓ પણ તેનો ભોગ બની રહ્યા છે. ગોધરા ડીવીઝનની વાત કરવામાં આવે તો હાલ ગોધરા એસ.ટી વિભાગના 7 ડેપોના 160 કર્મચારીઓ કોરોના સંક્રમિત, જેમા ડેપો મેનેજર, TC, ATI, ડ્રાયવર, કંડક્ટર સહિત અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે.
પંચમહાલ જીલ્લાની બીજી લહેરે કોઇને પણ છોડ્યા નથી. જેમા એસ.ટી. વિભાગ પણ આવી ગયુ છે. એસ.ટી ના કર્મીઓ સંક્રમીત બની રહ્યા છે. મળતી માહિતી અનુસાર ગોધરા એસ.ટી ડીવીઝનની વાત કરવામાં આવે તો તેના વિભાગમાં આવેલા સાત ડેપો ગોધરા, હાલોલ, લુણાવાડા, સંતરામપુર, દાહોદ, ઝાલોદ તથા દેવગઢ બારીયામાં પણ ફરજ બજાવતા કર્મચારીઓમાં ડેપો મેનેજર, TC, ATI, ડ્રાઇવર, કંડક્ટર સહિત અન્ય કર્મચારીઓ સહીત 160 કર્મચારીઓ કોરોનાની બંને લહેરોમાં સંક્રમણનો ભોગ બની ચુક્યા છે, ૬ના મોત થયા છે. હવે વેકશીનેશન પણ હાથ ધરવામાં આવી રહ્યુ છે, ગોધરા એસ.ટી વિભાગીય નિયામક બી.આર ડીંડોરના માર્ગદર્શન તથા આરોગ્ય વિભાગના સહયોગથી ગોધરા ડેપોના કર્મચારી સહીત પરિવારના સભ્યો માટે વેક્સીનેશન કેમ્પનું આયોજન શુક્રવારે કરવામાં આવ્યુ હતુ. જેમા કર્મચારી સહીત પરિવારના સભ્યોએ પ્રથમ તથા બીજો વેક્સીનનો ડોઝ લીધો હતો. આમ વિભાગીય નિયામક બી આર ડીડોર દ્વારા પણ કર્મચારીઓના પરિવારની ચિંતા કરી વેક્સીનેશન કેમ્પ યોજ્યો હતો.
ગોધરા વિભાગના 7 ડેપોમાં સંક્રમીત થયેલા કર્મચારીઓ
ડેપો સંક્રમીત મૃત્યુ
ગોધરા – 45 2
હાલોલ – 20 1
લુણાવાડા – 21 0
સંતરામપુર – 25 2
દાહોદ – 21 0
ઝાલોદ – 23 0
દે.બારીયા – 5 1
પંચમહાલ રાજુ સોલંકી