પંચમહાલ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે આયુર્વેદિક ઉપચાર સૌથી અકસીર સાબિત થાય છે કોરોના સંક્રમણનાં વધી રહેલા વ્યાપ અને દિન પ્રતિદિન વધી રહેલા કેસોના કારણે પંચમહાલ જિલ્લામાં રેકોર્ડ બ્રેક નોંધાયો છે ત્યારે ગોધરાના વોર્ડ નંબર 4 ના કાઉન્સિલ રમીલાબેન શાંતિલાલ સોલંકીના પતિ દ્વારા આજરોજ અજમો, કપૂર અને લવિંગની નાની પોટલી બનાવી વાલ્મીકીવાસ વિસ્તાર ખાતે નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
અત્યાર સુધીમાં 1,000 જેટલી આયુર્વેદિક પોટલી લોકોને નિ:શુલ્ક વહેંચી સેવાયજ્ઞ આગળ ધપાવી રહ્યા છે. કોરોનાની વૈશ્વિક મહામારીમાં આયુર્વેદિક ઉપચાર સંજીવની પુરવાર થઇ રહ્યો છે, ત્યારે સામાન્ય માણસ સુધી આયુર્વેદિક જડીબુટ્ટી પહોંચેએ માટે ગોધરાના વોર્ડ નંબર 4 ના કાઉન્સિલર રમીલાબેન સોલંકીના પતિ શાંતિલાલ સોલંકી દ્વારા કપૂર, અજમો, લવિંગ મિશ્રિત પોટલી બનાવીને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ગોધરા શહેરમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના માહોલ અને કાળઝાળ ગરમીમાં એક થેલીમાં કપૂર, અજમો, લવિંગ મિશ્રિત પોટલી વિતરણ કરવા માટે સવારથી ગોધરા શહેરમાં આવેલ વાલ્મીકીવાસ ખાતે નિસ્વાર્થ ભાવે પોતાનું કર્તવ્ય અદા કરી અવિરત સેવા આપી આયુર્વેદિક પોટલીનું વિતરણ કરી રહ્યા છે.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા : વોર્ડ-4 નાં કાઉન્સિલર દ્વારા આયુર્વેદિક પોટલીનું વાલ્મિકીવાસ વિસ્તારમાં વિતરણ કરાયું.
Advertisement