કોરોનાની બીજી લહેર દેશની સાથે-સાથે ગુજરાતમાં પણ અત્યંત જીવલેણ સાબિત થઈ રહી છે. આ વખતે કોરોનાનો ભોગ બનેલા લોકોની સંખ્યા ઘણી વધારે હોવાના કારણે વ્યવસ્થાઓ તૂટી ગઈ છે. દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે હોસ્પિટલોમાં દવાઓ અને બેડની સુવિધા ઓછી પડી રહી છે. ઓક્સિજનને લઈને હાલાકીનો માહોલ સર્જાયો છે. ત્યારે વડતાલ લક્ષ્મીનારાયણ દેવગાદીના સમર્થ વડતાલ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞાથી પંચમહાલ જિલ્લાના મુખ્ય ગોધરા ખાતે લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ અને SVG ચેરિટી દ્વારા હાલમાં સમગ્ર દેશમાં ઓક્સિજનની ઘટ છે ત્યારે સ્વામિનારાયણ મુખ્ય મંદિર વૃત્તાલય વિહારમ ગોધરા ખાતે યુવાનો દ્વારા આયુર્વેદિક ઉપચાર અજમો, લવિંગ, અને કપૂરના મિશ્રણથી 1000 જેટલી સુઘવા માટેની પોટલી તૈયાર કરવામાં આવી હતી
અને પંચમહાલ જિલ્લાના અલગ અલગ કોવિડ સેન્ટર જેમાં પ્રેરણા ચેરિટેબલ ટ્રસ્ટ રામપુરા ખાતે અને ડેઝીગનેટડ કોવિડ હેલ્થકેર સેન્ટર આદમ મસ્જિદ ગોધરા ખાતે કોવિડના દર્દીઓને ઓક્સિજન લેવલ વધારતી આયુર્વેદિક પોટલી અને ફ્રુટ વિતરણ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમાં કોવિડ સેન્ટર ચલાવતા સેવાભાવી સભ્યો ડૉ. વિજય પટેલ, ડૉ. અનવર કાચબા હજીબ હસન એડવોકેટ તેમજ મંડળના સભ્યો હાજર રહ્યા હતા. વધુમાં સ્વામિનારાયણ વડતાલ ગાદી SVG લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા કોવિડ-19 દર્દીઓ તથા હોમ ક્વોરન્ટાઇન પરિવાર માટે ફ્રી ટીફીન સેવા ચાલુ કરવામાં આવી છે આ સેવાનો લાભ સ્વામિનારાયણ મંદિર વૃત્તાલય વિહારમ સાયન્સ કોલેજ કનેલાવ રોડ ગોધરા ખાતેથી લઈ શકાશે.
ફ્રી ટીફીન સેવાનો લાભ નીચે આપેલ નામ અને ફોન નંબર સંપર્ક કરવો.
1. ગોપાલભાઈ પટેલ : 9898047665
2. મિતેશભાઈ પટેલ : 9925147665
3. હરિકૃષ્ણ પટેલ : 9898542703