Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગોધરા શહેરમાં આજથી ત્રણ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન, બજારો બંધ, ઈમરજન્સી સેવા ચાલુ.

Share

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિથી વધી રહ્યું છે. સરકારે ભલે લોકડાઉન જેવા પ્રતિબંધો નથી લગાવ્યા પરંતુ હવે તો રાજ્યમાં ઠેર ઠેર લોકો સ્વૈચ્છિક રીતે કે સ્થાનિક સ્તરે લોકડાઉન લગાવીને કોરોનાને ડામવાના પ્રયત્નો કરી રહ્યા છે. 

નગર પાલિકા અને પંચાયતોની ચૂંટણીઓમાં લોકો એકબીજાના સંપર્કમાં આવવાના કારણે અને ચૂંટણીઓ દરમ્યાન કોરોનાની ગાઈડલાઇનનું કડક પાલન ન થવાના કારણે ચૂંટણીઓ પછી પંચમહાલ જિલ્લામાં કોરોનની મહામારીએ ખુબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ છે. સરકારી અને ખાનગી તમામ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની લાઈનો લાગવાના કારણે બેડ ઓછા પડી રહ્યા છે. જોકે જિલ્લા તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવેલ છે તેમ છતાં દરરોજ 10 લાશોનું ગોધરા સ્મશાન ખાતે અગ્નિ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. તેથી અમદાવાદ- વડોદરા જેવી ગંભીર હાલત ગોધરામાં ન થાય તે માટે પંચમહાલ જિલ્લામાં પણ ગોધરા કલેકટર અમિત અરોરા અને પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ તથા ધારાસભ્ય સી કે રાઉલજી ગોધરા જિલ્લા પંચાયતના પ્રમુખ કામિનીબેન ગોપાલસિંહ સોલંકી અને નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ સોનીના અધ્યક્ષ સ્થાને ગોધરા સરદારનગરખંડ ખાતે યોજાયેલ વેપારી એસોસીએશનની સામુહિક ચર્ચાઓમાં ગોધરા ખાતે 3 દિવસ માટે સ્વૈચ્છિક બજાર બંધ કરવાનો નિર્ણય કરાયો હતો ત્યારે આજે ગોધરામાં સ્વયંભૂ બંધ પાળવામાં આવી રહ્યો છે. શુક્ર, શનિ અને રવિ ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન રાખ્યું છે જેને વેપારીઓએ સમર્થન જાહેર કર્યું.

વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખ્યા, બજારો સૂમસામ જોવા મળી રહ્યા છે. ગોધરાની જનતાએ પણ કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે સહકાર આપ્યો છે. દુકાનોની સાથે સાથે લારી-ગલ્લાવાળાઓએ પણ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા ગોધરા શહેરમાં આજથી વેપાર-ઉદ્યોગમાં ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગોધરા શહેરના પ્રથમ દિવસે બંધની અસર જોવા મળી. શહેરમાં અતિ ધમધમતો વેપારી વિસ્તાર વેપારીઓએ બંધ પાળીને સ્વૈચ્છીક લોકડાઉનને સમર્થન આપ્યું. કોરોના સંક્રમણને અટકાવવા વેપારીઓની જાગૃતતા જોવા મળી હતી. ગોધરા એસ.ટી વિભાગના વિભાગીય નિયામક બી.આર ડિડોરના જણાવ્યા અનુસાર ગોધરામાં ત્રિદિવસીય સ્વૈચ્છીક લોકડાઉનને કારણે જે ડેપોમાં જરૂરી ટ્રાફીક નથી ત્યા એસ.ટીનુ સંચાલન બંધ કરવામા આવેલ છે. એસ.ટી વિભાગ દ્વારા પણ કોરોના સંક્રમણની ચેન તોડવા માટે જરૂરી સહયોગ આપી રહી છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

વડોદરામાં આવેલ મેન્ટલ હોસ્પિટલમાં અસ્વસ્થ દર્દીઓની કળા બહાર લાવવાનો પ્રયાસ.

ProudOfGujarat

ગોધરા – પંચામૃત ડેરી ખાતે ઓક્સિજન પ્લાન્ટ અને પીડીસી બેંકના નવીન ભવનનુ પણ લોકાપર્ણ કરતા ગૃહમંત્રી અમિતભાઈ શાહ.

ProudOfGujarat

ભરૂચ : ને.હા 48 પાલેજ, કરજણ વચ્ચે બે ટેમ્પો વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું ટેમ્પો કેબીનમાં ફસાતા કરાયું રેસ્ક્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!