Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા સિવીલમાં બંધ અવસ્થામાં પડેલુ સિટીસ્કેન ચાલુ કરવાની લોકમાંગ…

Share

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના વધી રહેલા વ્યાપ સામે મુખ્ય મથક ગોધરા સિવિલ હોસ્પીટલમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, અને અગમચેતીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર પણ કોરોના સામે રાઉન્ડ ધ કલોક જેવી ફરજો બજાવી રહ્યા છે એમા પંચમહાલ જિલ્લાના કલેકટર અમિત અરોરા દ્વારા સંક્રમણના નિદાન માટે એચ.આર.ટી.સી. સીટીસ્કેન ટેસ્ટના ૨૫૦૦ રૂપીયાની કિંમત નક્કી કરતું જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે ત્યારે મુખ્ય મથક ગોધરા સિવીલ હોસ્પીટલમાં છેલ્લા સાત વર્ષોના સમયગાળાથી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ સિટીસ્કેન નિષ્ણાંત સ્ટાફના અભાવે ઉદ્ધાટન બાદ એક રૂમમાં બંધ જ છે.

જો કોરોના સંક્રમણના વધી રહેલા વ્યાપ સામે એચ.આર. ટી.સી. ટેસ્ટ માટે ખાનગી લેબોરેટરીઓ ચાર – પાંચ કલાકોના વેઇંટીગની આ દર્દીઓની કફોળી હાલતોમા જો ગોધરા સિવીલ હોસ્પીટલ સ્થિત સીટીસ્કેનની સેવાઓ ઝડપથી કાર્યરત થાયતો ખુબ જ આર્શિવાદરૂપ સાબીત થઇ શકે એમ છે એટલા માટે કે ગ્રામ્ય વિસ્તારના ગરીબ દર્દીઓને ૨૫૦૦ રૂપીયાનો ચાર્જ પણ અસહ્ય લાગે આ સ્વભાવિક છે ! પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓની આરોગ્ય તપાસણીઓની સુવિધાઓ માટે રાજ્ય સરકરા તરફથી લાખો રૂપીયાના ખર્ચનુ સિટી સ્કેન મશીન ફાળવવામાં આવ્યું ત્યારે તત્કાલીન સમયમાં રાજકીય નેતાઓ પ્રસિધ્ધીઓમાં હરખાઈ ગયાં હતાં અને સાત વર્ષો ઉપરાંત આ સિટીસ્કેન મશીનના આગમનનો ઉદધાટન સમારોહ પણ સિવીલ હોસ્પીટલમાં ઉજવાયો હતો બસ ત્યારથી રેડિયોલોજીસ્ટ અને ટેકનિશીયનના આ નિષ્ણાંત સ્ટાફના અભાવે સિટીસ્કેન મશીન એક બંધ રૂમમાં પુરાઈ રહ્યું છે ! ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજરોજ દાહોદની મુલાકાતમાં કોરોના સંક્રમણ વધી રહેલા વ્યાપની ચિંતાઓમાં સિટીસ્કેન મશીન ફાળવવાના ઉચ્ચારણો કર્યા છે ત્યારે પંચમહાલ પણ કોરોના સંક્રમણનો કહેર પ્રતિદિન વધી રહ્યો છે આ નિદાનમાં હાઈ રીઝોલ્યુશન સીટીસ્કેન ઓફ ચેસ્ટ એચ.આર.ટી.સી. ના રિપોર્ટ માટે ખાનગી લેબોરેટરીઓમાં વેઈટીંગ લીસ્ટ ચાલી રહ્યુ છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ડૉ. યોગેશ નટવરલાલ પાનવાલા આઈ ડિપાર્ટમેન્ટનો આજથી શુભારંભ.

ProudOfGujarat

માવઠાથી થયેલ પાક નુકશાનીના વળતર માટે ઉમરપાડા કોંગ્રેસની માંગ.

ProudOfGujarat

નડિયાદ : મોડાસા કપડવંજ રોડ પર ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!