ગુજરાતના અન્ય જીલ્લા હોય કે પંચમહાલ જીલ્લો સાચા આંકડા આપવામા તંત્ર નિષ્ફળ સાબીત થઈ રહ્યુ છે. હાલમાં સ્મશાનોની બહાર મૃતદેહોનું વેઈટીંગ તેની સાબિતી છે. ગોધરા શહેરમાં પણ આવી જ પરિસ્થીતીનુ નિર્માણ થયુ છે.
ગોધરા શહેરમાં કોરોના સંક્રમણના કારણે દિન પ્રતિદિન કોરોના દર્દીઓના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો સાથે સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ આ બાબતે સરકારી તંત્ર કોઈ સ્પષ્ટતા કરવા તૈયાર નથી અને ગોધરા સીવીલ હોસ્પિટલમાં થતા મોતના આંકડા ઓની માહિતી આપવા માટે વહીવટી તંત્રના સત્તાધીશો ઈન્કાર કરી રહ્યા છે જેના કારણે ગોધરાના બહારપૂરા વિસ્તારમાં આવેલ મુક્તિધામ સ્મશાનમાં વિતેલા 48 કલાક દરમિયાન 18 લોકો અગ્નિસંસ્કાર માટે હાલમાં વેઇટિંગ જોવા મળી રહ્યું છે જેનું મુખ્ય કારણ ગોધરામાં આવેલ સ્મશાનગૃહમાં ગેસ આધારિત ફરનેશ બીજી વખત ક્ષતિગ્રસ્ત થતા મૃતદેહના અગ્નિ સંસ્કાર માટે વેઇટિંગ જોવા મળી રહ્યું છે. હાલ ગેસ સંચાલિત ફરનેશ ક્ષતિગ્રસ્ત હોવાના કારણે એક મૃતદેહના અંતિમ સંસ્કાર માટે 3 કલાકનો સમય લાગે છે આમ વીતેલા 48 કલાકમાં 18 મૃતદેહના અંતિમ સંસ્કાર માટે વેઇટિંગમાં છે. આમ મોતના આંકડા છુપાવવા માટે સિવિલ સત્તાધીશોએ મડદા ઘરમાં મુકવામાં આવેલા મૃતદેહોની માહિતી આપવાનો ઇન્કાર કરી રહ્યા છે. ગોધરા શહેરમા પાલિકાની મોક્ષ વાહિનીમાં કોરોનાથી મરણ પામેલા મૃતદેહો લઈ જવાની બદલે બંધ એમ્બયુલન્સમા લઈ જવાની માંગ ઉઠી છે.
પંચમહાલ રાજુ સોલંકી