ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ અનેક શહેરો અને ગામડાઓમાં સ્વયંભુ લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે. કોરોના સંક્રમણ કેસો વધતા શહેરો અને ગામડાઓ વધારે સતર્ક બન્યા છે, રાજ્યના અનેક જિલ્લાઓના ગામડાઓમાં લોકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ગોધરા શહેરમાં પણ તંત્રની યોજાયેલી બેઠકમાં ત્રણ દિવસ લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો.
પંચમહાલ જીલ્લા કલેકટર અમિત અરોરા અને પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ તથા ધારાસભ્ય સી.કે રાઉલજી, ગોધરા જિલ્લા પંચાયતના પ્રમુખ કામિનીબેન ગોપાલસિંહ સોલંકી, અધ્યક્ષ સ્થાને ગોધરા સરદારનગર ખંડ ખાતે યોજાયેલ વેપારી એસોસીએશનની મિટીંગમા જરૂરી ચર્ચાવિચારણાઓ બાદ ગોધરામાં 3 દિવસ માટે સ્વૈચ્છિક બજાર બંધ કરવાનો નિર્ણય કરાયો છે.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ કોરોનાના કેસ વધતા લોકો હવે વધુ જાગૃત થયા છે. ગોધરામાં કોરોનાને લઈ શુક્રવારથી રવિવાર સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે જ્યારે 26 એપ્રિલ થી 5 મે સુધી સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી બજારો ખુલ્લા રાખવામાં આવશે અને ગોધરા શહેરમાં સ્વૈચ્છિક બજારો બંધ રાખવાના નિર્ણયને આવકાર્યો હતો.
પંચમહાલ, રાજુ સોલંકી