Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી.

Share

ગોધરા જિલ્લા પંચાયતમાં આજે વિવિધ સમિતિઓની બેઠક મળી હતી, જેમાં પ્રમુખ દ્વારા વિવિધ સમિતિઓ અને તેના સભ્યોના નામોની જાહેરાત કરતાં પહેલાં મોરવા હડફ તાલુકાના રજાયતા ગામે રહેતા અને ગોધરા તાલુકા પંચાયતમાં માજી પ્રમુખ તરીકે રહી ચૂકેલા રામસિંહ ડીડોરનું દુઃખદ અવસાન થતાં તેમના આત્માને શાંતિ આપવા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ગોધરા જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન ગોપાલસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં વિવિધ સમિતિઓના નામો અને તેમના સદસ્યોના નામોની ઘોષણા કરવામાં આવી હતી.

પંચમહાલ જિલ્લા પંચાયત વિવિધ સમિતિઓના અધ્યક્ષની યાદી

1. અપીલ સમિતિના ચેરમેન તરીકે કામિનીબેન ગોપાલસિંહ સોલંકી
2. કારોબારી સમિતિના ચેરમેન તરીકે દૂધાભાઈ ભાવનસિંહ બારીયા
3. શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે રમેશભાઈ ગોપાલભાઈ રાઠવા
4. જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે ડૉ કીરણસિંહ સોમસિંહ ચૌહાણ
5. બાંધકામ સમિતિના ચેરમેન તરીકે વિક્રમસિંહ રામસિંહ ડીડોર
6. ખેત ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે પ્રવિણસિંહ પર્વતસિંહ ચૌહાણ
7. સામાજીક ન્યાય સમિતિના ચેરમેન તરીકે મણીબેન કાળુભાઈ વણકરની વરણી કરવામાં આવી હતી.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ભૂજ -ભચાઉમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, 3ની તીવ્રતાવાળો અનુભવાયો ભૂકંપનો આંચકો,…..

ProudOfGujarat

ભરૂચમાં વિવિધ સ્થળોએ શહિદ દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

લીંબડીમાં બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે પાણી ભરાતા દલિત સમાજે નગરપાલિકા ખાતે ધરણાં કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!